Vishesh News »

વાપીમાં ઍટીઍમમાં પ્લાસ્ટીકની પટ્ટી લગાડી મશીનમાં ફસેલા રૂપિયા કાઢી લેતી ટોળકી ઝડપાઈ

વાપી જીઆઈડીસીમાં સરદાર ચોક પાસેથી ઝડપાયેલા ૪ શકમંદોઍ વાપી, દાદરા, મસાટમાં પ્લાસ્ટીકની પટ્ટી લગાડી તરકીબથી રૂપિયા મેળવી લેતા હોવાની કબુલાત કરી લીધી (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૩ : વલસાડ જિલ્લામાં અને વાપી પંથકમાં ઍટીઍમ મશીનમાં પ્લાસ્ટિકની પટ્ટી લગાવી છેતરપિંડી કરતી ગેંગના ચાર ઈસોમોને ઍલસીબી પોલીસની ટિમે વાપી જીઆઇડીસીના સરદાર ચોક પાસેથી ઝડપી પાડી રૂ. ૪૫,૫૦૦ નો મુદ્દા માલ કબજે કરાયો છે સાથે ઝડપાયેલા આરોપીઓઍ વાપી તેમજ સેલવાસની અનેક ઍટીઍમ મશીન માંથી ફસાયેલા રૂપિયા ચોરી લીધાને કબુલાત કરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ ગુનાઓ શોધી કાઢવા સાથે નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટેની જિલ્લા પોલીસવાળા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે વલસાડ ઍલસીબી પોલીસની ટીમના ઍઍસઆઈ અલારખું અમીન વાનીના નેજા હેઠળ વાપી પંથકમાં પેટ્રોલિંગ કરી રહ્ના હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે વાપી જીઆઇડીસીના સરદાર ચોક પાસે ના રોડ ઉપર કેટલાક શંકાસ્પદ આરોપીઓ રિક્ષામાં ફરી રહ્ના છે આથી પોલીસે બાતમી વાળા સ્થળે વોચ રાખી બજાજ ઓટો રીક્ષા નંબર સ્ત્રિં્- ૧૫-દ્દદ્દ- ૬૬૦૯ ને રોકી તેમાં સવાર દિન દયાલ રાજ કિશોર પાંડે સંદીપકુમાર રામ બરદન વર્મા સંદીપ રામ આશરે વર્મા હરિલાલ સત્યનારાયણ વર્મા ને રોકી તેની પૂછપરછ કરતા તેઓના કબજા માંથી મળી આવેલ ચાર મોબાઈલ ફોન જેની કિંમત રૂ. ૧૫,૫૦૦/-, ઓટો રીક્ષા રૂ. ૩૦,૦૦૦ /- તથા ઍક ઍસબીઆઇ બેન્કનું ઍટીઍમ કાર્ડ પ્લાસ્ટિકની પટ્ટીઓ મળી આવી હતી આથી તેઓને ડીટેઇન કરી તપાસ અર્થે વાપી જીઆઇડીસી પોલીસ મથકે લાવી જ્યારે પકડાયેલા ઈસમોની પૂછપરછ કરતા તેઓઍ જણાવ્યું હતું કે આજથી ૧૫ દિવસ પહેલા સેલવાસના મસાટ ખાતેથી ઍક ઍટીઍમ મશીનમાં જ્યાંથી પૈસા બહાર નીકળે તે જગ્યાઍ પ્લાસ્ટિકની પટ્ટી લગાવેલ અને ઍક માણસ પૈસા ઉપાડવા આવ્યો તેના મશીનમાં ફસાઈ ગયેલા રૂ. ૩૦૦૦ લઈ લીધેલ ત્યારબાદ તે જ દિવસે સેલવાસ દાદરા ખાતે આવેલ ઍક ઍટીઍમ મશીનમાં પણ આ રીતે છેતરપિંડી કરેલ અને ત્યારબાદ આજથી આશરે ચારેક દિવસ પહેલા વાપી જીઆઇડીસી ના જુના સી-ટાઈપના ઍક્સિસ બેન્કના ઍટીઍમ મશીનમાં પણ પ્લાસ્ટિકની પટ્ટી લગાવી મશીનમાં ફસાઈ ગયેલા રૂપિયા કાઢી લીધા હતાં. ત્યારબાદ ત્રણ દિવસ પહેલા વાપી ગીતાનગર ખાતે આવેલ ઍક બેંકના ઍટીઍમ મશીનમાં પણ પ્લાસ્ટિકની પટ્ટી લગાવી મશીનમાં ફસાઈ ગયેલા રૂ. ૨૦૦૦ લઈ લીધેલ તેમજ વાપી સરદાર ચોક પાસે આવેલ બેંકના ઍટીઍમમાંથી પણ આવી જ રીતે પટ્ટી લગાવી રૂપિયા ઉપાડી લીધાની કબૂલાત કરી હતી. આથી પોલીસે ચારે આરોપીની ધરપકડ કરી ઓટો રીક્ષા રૂ.૩૦૦૦૦, અંગ જડતીમાંથી ૧૫,૫૦૦ મળી કુલ રૂ. ૪૫,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કરી વાપી ઉદ્યોગનગર પોલીસ મથકે થયેલા ગુનાઓ તથા સેલવાસમાં થયેલા ગુનાઓ શોધી કાઢવામાં ઍલસીબી પોલીસને સફળતા મળી છે.