Vishesh News »

બીલપુડી પંચાયત પરિસરમાં બેસવા માટેના બાંકડા મુકવા પડયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૦૩ : આશરે ૯,૦૦૦ થી વધુ વસ્તી ધરાવતા ધરમપુર તાલુકામાં બિલપૂડી ગામમાં છેલ્લા ૨૨ મહિનાથી સરપંચની ચૂંટણી ન યોજાતા બિલપુડી ગામની અનેક સમસ્યા વિશે દમણગંગા ટાઈમ્સ અખબારમાં અહેવાલ પ્રકાશિત કરાયા બાદ તંત્ર હરકતમાં આવી છેલ્લા કેટલાક સમયથી પંચાયત કચેરીના પાછળના ભાગે ખડકલો કરાયેલ બાકડાને પંચાયત પરિસરમાં ગોઠવી દેવામાં આવતા બિલપુડી વિસ્તારના યુવાનો વયસ્કો ગામના આગેવાનોમા ખુશીની લહર ફરી વળી હતી. તેમજ ગ્રામજનોઍ દમણગંગા ટાઈમ્સના અખબારના પ્રતિનિધિનો આભાર માન્યો હતો.