Vishesh News »

‘મહફિલે યાર સે ઉઠને કો ઉઠે તો લેકિન દર્દકી તરહ ઉઠે ગિર પડે આંસુ કી તરહ.’

સંવેદન - બાબુ ચૌધરી, નાનાપોîઢા ઉર્દુ ગઝલમાં કાલ્પનિકતાને દેશવટો આપીને ઇશકિયા શાયરી માંથી છુટકારો અપાવનાર શાયરો હતા આઝાદ અને હાલી. આશિકાના મિજાજ, મયખ્વારી, ગુલો ગુલઝાર, વિરહ, બેઝારી વગેરે ચીજોથી ભરપૂર ગઝલને વાસ્તવિકતાની ધરતી પર લાવવાનુંકામ કપરું હતું. ત્યારબાદ ઉર્દુ ગઝલમાં સુક્ષમ ભાવનાઓને સરલ, સરસ અને થોડા શબ્દોમાં વ્યક્ત કરવાનુંશરૂ થયું. સાંભળીને જ આપણે પ્રભાવિત થઈ જઈઍ. ઍક શેર છે ‘મહફિલે યાર સે ઉઠને કો ઉઠે તો લેકિન દર્દકી તરહ ઉઠે ગિર પડે આંસુ કી તરહ.’ મિત્રોની મહેફિલમાંથી ઊઠીને જવું કેટલું મુશ્કેલ છે કે દર્દની જેમ ઊભા થયા પણ તાત્કાલિક બેસી ગયા જેમ આંસુ સહજતાથી સરી પડે છે તેમ. આ છે બયાનની ખૂબી અને ગઝલનો અંદાજ. ગુજરાતી ગઝલમાં સરળતા શયદા સાહેબને લીધે આવી પણ બયાનની ખૂબી, સરળતા અને સુક્ષમતામરીઝે આપી. બોલચાલની ભાષામાં કેટલી માર્મિકતા અને વ્યથા ઍકી સાથે મરીઝ આ રીતે લાવે છે. ‘તમે પણ કોઈ વાત મનથી ન કીધી અમે પણ કોઈ વાત મનમાં ન લાવ્યા.’ તમારું મન વાત કહેવામાં માન્યું નહીં અને અમે પણ અમારા મનને મનાવી લીધું. આ સમય સમયની વાત છે. કેટલીક વખત ઍવું બને છે કે આપણે કહેલી વાત ફરીથી કોઈ આવીને આપણને સંભળાવી જતું હોય છે. મરીઝ કહે છે કે જમાના તું સંભળાવ મને કહેલી વાત કારણકે અત્યારે તારો સમય ચાલે છે. ‘હા, જમાના હા, હવે તારો સમય આવી ગયો મેં કહી ઁતી વાત તે તું મુજને સંભળાવી ગયો.’ દરેક વાત, આપણી આપવીતી, આપણાઅનુભવો જ્યારે શાયરીમાં આવે છે ત્યારે ઍની સામે આપણો નાતો બંધાય છે. ભૂલી જવું અને તે પણ વય વધતાની સાથે આવું વારંવાર બનતું સ્વભાવિક છે પરંતુ મરીઝે જે શિખામણ આપી છે તે સ્વીકારવા જેવી છે. ્‘ક્યારે કોને શું કહ્નાં?ઍ યાદ પણ રહેતું નથી બસ હવે ચૂપચાપ રહેવાનો સમય આવી ગયો છે.’ આ ગઝલમાં મરીઝ સમયના જુદા જુદા તકાજાઓ અને વિવિધ રંગોની દાસ્તાન પેશ કરીને મકતામાં ફરીથી બધાના વિચારને વાચા આપે છે કે જીવવું કેમ ઍ મેં શીખી લીધું ત્યાં તો અંત સમય આવી ગયો. આ વાસ્તવિકતા છે પણ ઍમાં ભારોભાર માનવજીવનની વિડંબનાભરેલી છે. બાકીના શેર અને મકતા જોઈઍ. ‘સૌ પરમ આનંદ ઇર્ષાથી મને જોતા રહ્ના ઝીણી ઝીણી વાત પર હું દિલને બહેલાવી ગયો બાંધી મુઠ્ઠી લાખની થઈ ગઈ છે સાચા અર્થમાં આપના પાલવનો છેડો હાથમાં આવી ગયો કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો મરીઝ વાહ રે કિસ્મત!કે મૃત્યુનો સમય આવી ગયો.’ અંત સમય હોય કે મ્હોબતો અંત હોય પરંતુ મરીઝની વાત કહેવાની સરળતા અને ચોટ સાધવાની શક્તિ નોખી અને અનોખી રહે છે. ‘મોહબ્બત હવે આવી ગયો અંજામ લાગે છે રુદન કરતો નથી તો પણ આરામ લાગે છે.’ આખી ઉંમર કશુંક છુપાવી રાખવું અશક્ય છે અને તેમાં પણ પ્રેમ તો છુપાવી શકાતો નથી. છુપે બધું પરંતુ ન છુપે નયન પ્રણયના. મરીઝ કહે છે કે મેં આ કપરું કામ કરી જોયું છે. મારી મંઝિલ કોણ છે અને ક્યાં છે તેની જાણ મેં મારા ભોમિયાને પણ થવા દીધી નથી. પ્રેમના મર્મની અને પ્રેમની પવિત્રતાની જુગલબંદી રચે છે મરીઝ ‘છૂપો પ્રણયનો પથ રહ્ના આખી ઉંમર સુધી મંઝિલનું નામ પણ ન ગયું રાહબર સુધી.’ અને પ્રેમના શ્વાસ લેવાનો સમય નથી. કેવું સલૂણુ, નજાકતભર્યું અને કામણગારુ કારણ આપે છે આ શાયર. ‘દમ ક્યાં મળે નિરાંતના બબ્બે છે જિંદગી ઍક તારા ઘરથી દૂર, બીજી તારા ઘર સુધી.’ અહીં તો આરામ નથી પરંતુ સ્વર્ગમાં ગયા પછી પણ શાયરને અજંપો લાગે છે. મરીઝ દરેક વિધાન સામે કારણને સાંકળે છે. દરેક ક્રિયા પાછળ કારણ હોય છે પણ શાયરી ઍ તર્કશાસ્ત્ર નથી ઍટલે જે કારણ હોય છે ઍમાં કાવ્યતત્વ અને માર્મિકતાની મહેક હોય છે. ‘આજે આ કેમ સ્વર્ગમાં ગમતું નથી મને ! આવ્યા હશે કદાચ ઍ મારી કબર સુધી.’ મરીઝ સમયને તટસ્થ રાખીને સંજોગોના તકાજાઓની, પ્રસંગોના સકંજાની અને વીફળતાના પડછાયાઓની ગઝલમાં બારીક ગુંથણી કરે છે. ઈશ્વર સુધી જવાનો રસ્તો અત્યાર સુધી કોઈને મળ્યો નથી. મંઝિલ તો ઈશ્વર ખુદ છે અને સામે મૂર્તિમાં દેખાય પણ છે પરંતુ સાક્ષાતકાર થાતો નથી. રસ્તા અનેક છે પણ ઍકેય ઍ સરનામે પહોંચાડતો નથી. પરમ પ્રિયતમ પાસે જવાની વાત પ્રિયતમના નામે ગઝલમાં આ રીતે આવે છે. ‘તને જોયા કરું છું પણ મિલનમોકા નથી મળતા સીતમ છે સામે મંઝિલ છે, અને રસ્તા નથી મળતા.’