Vishesh News »

પારડીની પુસ્તક પરબનો દ્વિ વાર્ષિકોત્સવ ઉજવાશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૩ : પારડી ખાતે દર મહિનાનાં પ્રથમ રવિવારે યોજાતા પુસ્તક પરબનો દ્વિ વાર્ષિકોત્સવની ઉજવણી કિલ્લા પારડી ધીરૂભાઈ સત્સંગ હોલમાં ૭મી ઍપ્રિલ ૨૦૨૪નાં રોજ મુખ્ય અતિથિ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ સલવાવનાં મેનેજીંગ ટ્રસ્ટી પૂરાણી સ્વામી કપિલજીવન દાસજીની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવાશે. વર્તમાન સમયમાં નવી પેઢી પુસ્તકથી વિમુખ રહી મોબાઈલ તરફ વધુ કેન્દ્રીત થઈ રહ્ના છે ત્યારે લોકોમાં વાંચન પ્રત્યે ભૂખ જાગે અને વિવિધ પુસ્તકોમાંથી મૂલ્ય શિક્ષણનું જ્ઞાન મેળવે ઍવા ઉમદા હેતુથી ગુજરાતના અનેક નગરોમાં મહિનાનાં પ્રથમ રવિવારે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે. પારડી ખાતે ઍક વર્ષથી સતત મહિનાનાં પ્રથમ રવિવારે પુસ્તક પરબનું આયોજન લેખિકા કિંજલ પંડયાનાં નેતૃત્વમાં સફળતા પૂર્વક કરવામાં આવી રહ્ના છે. કિલ્લા પારડી પુસ્તક પરબનાં ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ અવસરે પુસ્તક પ્રેમી વાચકો, લેખકો, સાહિત્યકારોને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. આ પુસ્તક પરબનાં દ્વિ વાર્ષિક ઉત્સવમાં હાસ્યકલાકર અને વરિષ્ઠ લેખક રમેશભાઈ ચાંપાનેરી, મેહુલ મહેતા (પ્રા.સંસ્કૃત મહાવિદ્યાલય સ્વાધ્ય મંડળ( અને શ્રીમતી પદ્માલક્ષ્મી પટેલ (લેખિકા-શિક્ષિકા) ઉપસ્થિત રહેશે. પુસ્તક પરબનાં બીજા વાર્ષિકોત્સવને સફળ બનાવવા માટે કિંજલ પંડયા સહિત ઍમની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.