Vishesh News »

સહકારી મંડળીઓ દ્વારા ગામડા આત્મનિર્ભર થયા : ગફુર બિલખિયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૩ : ગાંધી વિચાર ધારામાં રહેલી સહકાર અને ગ્રામોત્થાનની વાતોને સ્વીકારી અંત્યોદય વિચાર ધારાને ગાંધી અને કસ્તુરબા ગાંધીના પગલાથી પાવન થયેલ ગામ જલાલપોરે સાકાર કરી છે. ગાંધી વિચાર ધારાથી પ્રભાવિત ખાદી ધારી નટુભાઇ ઍમ. નાયકે સહકારી માળખા દ્વારા કરેલ ગામ વિકાસનુ કાર્ય સામાન્ય નથી. તમારી પ્રવૃત્તિ આવનારી પેઢી માટે પથદર્શક છે.આ શબ્દો સુરત જીલ્લા સહકારી સંઘના પ્રમુખ અને વરિષ્ઠ સહકારી આગેવાન ભીખાભાઈ ઝવેરભાઇ પટેલે જલાલપોર ગામ ખેતિ વિકાસ સહકારી મંડળી લી. ના અમૃત મહોત્સવ સમાપન સમારંભમાં પ્રમુખ સ્થાનેથી જણાવ્યા હતા. પદ્મશ્રી ગફુરભાઇ બિલખીયાઍ સમારંભને સંબોધતા ઉમેર્યુ હતુ કે, ગામડાઓને સહકારી મંડળીઓ દ્વારા સ્વતંત્રતાના મુલ્યોની વાત અને અમલીકરણ કરવાનું કામ જલાલપોર ગામે કરી બતાવ્યુ છે. ગાંધી વિચારોની વાત કરીને ગામ બેસી નથી રહ્નાં પણ શિક્ષણ યુવા વિકાસ, તબીબી, પીવાના પાણીની યોજના કરી આ ગામના સહકારી આગેવાનોઍ ૪૬ વર્ષથી આ મંડળીના પ્રમુખ પદ ઉપર કામ કરી નટુભાઇ નાયકે સાકાર કર્યુ છે. અતિથી વિશેષ અરવિંદભાઇ યુ. પટેલ ચેરમેન વલસાડ જીલ્લા સહકારી બેંકે ઉમેર્યું કે, નટુભાઇ નાયકના નેતૃત્વે સહકારી પ્રવૃત્તિના મૂલ્યો સાચવી સહકારી પ્રવૃત્તિ - દૂધ મંડળી વસુધારા ડેરીની પ્રોડક્ટો અદ્યતન સુવિધામા શરૂ કરી છે. આ મંડળીના પ્રમુખ નટુભાઇ ઍમ નાયકે કૃષિ કોલેજના વિસ્તૃતિ કરણમા ગયેલ ગામની જમીન સ્થાપના સમયે ગામની પરિસ્થિતી અને આજની વિગતો રજુ કરી હતી. મંડળીના સ્થાપક સભ્યો કર્મચારીઓનુ સમારોહના અતિથી વિશેષ વન પંડીત અનુપસિંહ સોલંકી વાંસદા તથા આચાર્ય ધીરૂભાઈ ઍચ પટેલ દાંડીકરના કરકમલે અભિવાદન થયું હતું. સમગ્ર સમારોહનુ સંચાલન પ્રા. જશુભાઈ નાયક અને ધર્મેશ નાયકે કર્યું હતું. નવસારી જીલ્લા તાલુકાના સહકારી આગેવાનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્ના હતા. અમૃત મહોત્સવનું પુસ્તક સંભારણુનું વિમોચન મંચસ્થ મહેમાનો અને મંડળીના પદાધિકારીઓઍ કર્યું હતું. મંડળેના મકાન ઉપર કસ્તુરબા ગાંધી સહકાર ભવનની તક્તિનું અનાવરણ મહેમાનોઍ કર્યું હતું. માનદમંત્રી ઉકાભાઇ આહિરે મંડળીની ગઇ કાલ અને આજની વિગતો, જયદીપભાઈ દેસાઇઍ રૂણ સ્વીકાર કર્યો હતો. સહકારી અને સમાજ સેવાની ઘણી સંસ્થાઓઍ નટુભાઈ નાયકનુ ખાદીની આંટી, શાલ, વગેરેથી સન્માન કર્યું હતું.