Vishesh News »

છરવાડાના ભારતી વિલા રિસોર્ટનો ૩જા વર્ષમાં પ્રવેશ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૩ : આજ થી બે વર્ષ પેહલા તા. ૪/૪/૨૦૨૨ ના રોજ છરવાડા ગામ ખાતે ભારતી વિલા ગાર્ડન ટાઉનશીપ ખાતે આશરે સાડા ત્રણ ઍકરમાં ભારતીબા વિલા કલબ ઍન્ડ રિસોર્ટ - ૩ સ્ટાર નિર્માણ વાપીના પ્રખ્યાત ઍવા રવેચી ગૃપ ના ડીરેકટર હિમતસિંહ જાડેજા તથા ડીરેકટર શ્રીમતી ભારતીબા જાડેજા દ્વારા થઈને તા/૦૪/૦૪/૨૦૨૨ ના રોજ ગુજરાત રાજ્ય ના પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વ ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને રાજપિપળા મહારાજા, રઘુવીરસિંહ ગોહિલ, રાજપીપળા યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ તથા મારવાડ રાજસ્થાન ના રાજવી પરિવારો અને ખુબજ મોટી સંખ્યામાં પધારેલ વાપી ની જનતા, વાપી નગર પાલીક પ્રમુખ શ્રીમતી. કાશ્મીરાબેન શાહ તથા અભયભાઈ નહાર તથા આગેવાનોની હાજરીમાં ભવ્ય પ્રોગ્રામ દ્વારા ઉદઘાટન કરવામાં આવેલ હતું જે બે વર્ષના પ્રયાણ પુરા કરીને તા. ૦૪-૦૪-૨૦૨૪ ના રોજ ત્રીજા વર્ષમાં પ્રવેશ કરે છે. આ સમય દરમિયાન વેડિંગ ઇવેન્ટ નાની મોટી થઈને અંદાજે ૬૦ ઇવેન્ટ સફળતા પૂર્વક કરી.ઍની સાથો સાથ નાની અને મધ્યમ લગભગ ૧૦૦ જેવી ઇવેન્ટ કરવામાં આવેલ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર, હોળી ધૂળેટીની ઇવેન્ટ દ્વારા વાપી ની જનતાને ખુબજ મનોરંજન અને પોષ્ટિક સુદ્ધ ઓર્ગેનિક ખોરાક રિસોર્ટના નીલ કમલ રેસ્ટોરન્ટ દ્વારા પીરસવામાં આવ્યું હતું. તેમજ સુંદર નયન રમણીય ઍવું સ્વીમીંગ પુલનો પણ વાપી ની જનતા ને ભરપુર માણવામાં આવ્યો હતો. આ રિસોર્ટ ને વાપી નો તાજમહલ કહી શકાય. જે વાપી ની જનતા માટે અતિ ઉપયોગી અને લાભદાયી બન્યો. અને વિવાહ પ્રસંગ માટે અતિ આવશ્યક બન્યો હતો. આવનારા દિવસોમાં આ રિસોર્ટનું ઍકસપેશન થઈને ૫ સ્ટાર બનવા જઈ રહ્ના છે. જેમાં અંદાજે ૭૦ રૂમો , સ્યુઈટ અને હનીમુન રૂમ વલસાડ જીલ્લા ના કલચર થી ભરપુરમાહિતગાર મુઝીયમ તથા ઇનર, આઉટર ગેમ ઝોન, ઈન્ટર નેશનલ સ્પા સેન્ટર, વેડીયો થીઍટર વગેરેનું ભવ્ય આયોજન થઈ રહ્નાં છે. જે વાપી ની જનતા ને સુવીધામય વધારશે ઍ વાત ચોક્કસ છે.મનોરંજન અને તેઓની જરૂરિયાતો ને સંતોષ અને ન્યાય આપશે.