Vishesh News »

વાપીની લીટર મિલેનિયમ સ્કુલમાં ઍનિવર્સરી અને ગ્રજયુઍશન ડે ઉજવાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૩ : લાયન્સ ક્લબ હોલમાં લિટલ મિલેનિયમ ઍનિવર્સરી અને ગ્રેજ્યુઍશન ડેની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના નાના બાળકોઍ સાંસ્કૃતિક રજુઆતો સાથે ખૂબ જ રંગ જમાવ્યો હતો. આ જોઈને ઉપસ્થિત મહેમાનો અને વાલીઓ પણ ઉત્સાહિત થઈ ગયા હતા. બધાઍ તેને તાળીઓના ગડગડાટથી પ્રોત્સાહિત કર્યા. વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા બેન શાહના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમની સાથે કિશોર ભજીયાવાલા અને પંકજ પ્રજાપતિ મહેમાન તરીકે હાજર રહ્ના હતા. કાશ્મીરા શાહે આત્મવિશ્વાસુ બાળકોનો કાર્યક્રમ જોઈને શાળાના શિક્ષકોની પ્રશંસા કરી હતી. શાળાના ડાયરેક્ટર પુષ્પા ત્રિવેદીઍ જણાવ્યું હતું કે મુખ્ય ઉદ્દેશ્ય નાના બાળકોમાં શિક્ષણની સાથે મૂલ્યો કેળવવાનો છે. આ પ્રસંગે વિવિધ કેટેગરીના આધારે બાળકોને ઍવોર્ડ પણ આપવામાં આવ્યા હતા.