Vishesh News »

વાપી પાલિકા વેરા વસુલાતમાં જીલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમસ્થાને

દક્ષિણ ગુજરાતની ૧૯ નગરપાલિકા પૈકી સૌથી વધુ વેરો વસુલાત કરવામાં વાપી નગરપાલિકા દર વર્ષની જેમ વર્ષ ૨૦૨૩-૨૪ માં પણ પ્રથમસ્થાને (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૩ : વાપી નગરપાલિકાઍ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના પ્રોપર્ટી ટેક્ષ પેટેના કુલ માંગણા બીલ ૨૪.૧૭ કરોડ સામે ૨૨.૬૨ કરોડની વસુલાત કરાઈ છે જે ટકાવારીની દૃષ્ટીઍ ૯૩.૬૧ ટકા જેટલી થાય છે. આમ દર વર્ષની જેમ આ વર્ષે પણ દક્ષિણગુજરાતમાં સૌથી વધુ વેરો વસુલાત કરવામાં વાપી નગરપાલિકા પ્રથમસ્થાને હોવાનું જણાયું છે. પ્રા વિગત મુજબ વાપી નગરપાલિકાના ટેક્ષ સુપ્રિટેન્ડેન્ટ રાકેશભાઈ ઠક્કર અને ટેક્ષ ઈસ્પેકટર દિપકભાઈ ચભાડીયા તથા તેમની ટીમ દ્વારા વર્ષ- ૨૦૨૩-૨૪ના વાપી નગરપાલિકાની કુલ ૮૦, ૦૦૦ થી વધુ મિલકત ધારકો પાસેથી ૨૪.૧૭ કરોડના માંગણાબીલ સામે વેરાની વસુલાત અોનલાઈન તેમજ પાલિકાની વાપી મુખ્ય કચેરી, ચલા અને ડુંગરા ખાતેથી વેરા વસુલાતના ૩૧-૦૩-૨૦૨૪ના રોજ કુલ વેરાની વસુલાત ૨૨.૬૨ કરોડ ઍટલે કુલ માંગણાબીલના ૯૩.૬૧ ટકાની વસુલાત કરાઈ છે. ખાસ કરીને આ વેરાવસુલાત દરમ્યાન પાલિકાની ટીમ દ્વારા ૮૭ જેટલી મીલકતદારોને વારંવાર ટેક્ષ ભરવા માટેની નોટીસ આપવા છતાં નહી ભરતાં તેઅોની પ્રોપર્ટી સીલ કરાઈ હતી જયારે અનેક જુની મિલકતો જે હાલમાં હયાત નથી પરંતુ તેના સ્થાને નવી ઈમારતો બની જવા પામી છે. જેને કારણે ૫ ટકા જેટલો ટેક્ષ વસુલવાનો બાકી રહી ગયો છે. આ ટેક્ષ વસુલી કરવામાં પાલિકાના તત્કાલીન ચીફ અોફિસર અને હાલના ચીફ અોફિસર તેમજ પાલિકા પ્રમુખ વેરાવસુલાત કરનારી ટીમ દ્વારા સંકલન કરી આ ટેક્ષ વસુલી કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું કહેવાય છે. જા કે આમ પણ છેલ્લા કેટલાક વર્ષોથી વાપી નગરપાલિકા ટેક્ષ વસુલીમાં તથા સ્વચ્છતા અભિયાન અંતર્ગત દક્ષિણ ગુજરાતમાં અને સમગ્ર ગુજરાતમાં અવલ્લ નંબરે રહે છે. જે પાલિકાના કર્મચારીઅોની સખત મહેનત અને સારી કામગીરીને લઈ થાય છે. જા કે હવે વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બનતા આગામી વર્ષોમાં પણ વાપી મહાનગરપાલિકા તેઅોનું આ પર્ફોમન્સ જાળવી રાખશે. તેવો વિશ્વાસ પાલિકાના કર્મચારીઅો તેમજ નગરજનો કરી રહ્નાં છે.