Vishesh News »

પશુઓની અંતિમવિધિ માટેનું જીલ્લાનું પ્રથમ ગેસ આધારિત ચંડોરમાં વાપી પાલિકાનું પશુઓની સ્મશાનભૂમિ કાર્યરત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૩ : વાપી નગરપાલિકાના ચંડોરગામે આવેલ કમ્પોઝ પ્લાન અને સ્મશાનભૂમિ ખાતે પશુઓ માટેની આધુનિક સીઍનજીથી કાર્યરત સ્મશાનભૂમિ બનાવાઈ છે. જે હાલમાં કાર્યરત બનતા વાપી પંથકમાં મૃત પામતા રખડતા પશુઅો અને શ્વાનની અહી અંતિમવિધિ કરવાની વ્યવસ્થા કરાઈ છે. પ્રા વિગત મુજબ વાપી પંથકમાં અગાઉ મૃત પામેલા પશુઅો અને અન્ય પાલતુ પ્રાણીઓને બેફામ ગમે ત્યા તથા પાલિકાના ડમ્પીંગ સાઈડ પર નાખી જવાની ઘટના બનતી હતી જેને ધ્યાને લઇ વાપી નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ અને ચીફ અોફિસર તથા કારોબારી અધ્યક્ષ દ્વારા પાલિકાના ચંડોરગામે દમણગંગા નદી કિનારે આવેલ ડમ્પીંગ સાઈડ પર પશુઅો માટેની અંતિમવિધિ કરવાની ભઠ્ઠીઅો ગેસ આધારિત બનાવવાનો નિર્ણય લેવાયો હતો અને આ અંગે આધુનિક સીઍનજી ગેસથી ચાલથી ભઠ્ઠી બનાવવાનું કામ મહારાષ્ટ્રના પુનાની ગેસ્ટોફાર્મા નામની ઍજન્સીને અપાયુ હતુ અને તેઓઍ ટુંક સમયમાં જ આ ગેસ આધારિત પશુઅોની અંતિમ વિધિ કરવાની ભઠ્ઠી બનાવી પાલિકાને સુપ્રત કરતા તેનું ગત તા. ૧૩-૦૨-૨૦૨૪ ના રોજ રાજયના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઓનલાઈન લોકાર્પણ કરાઈ હતી ત્યારથી આજસુધી આ ગેસ આધારિત પશુઓની અંતિમવિધિ કરવાની ભઠ્ઠીમાં ૩ શ્વાન અને ૧ ગાયની અંતિમવિધિ કરવામાં આવી છે.