Vishesh News »

અંકલેશ્વરમાં ભૂમિહાર પરિવારનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો વાપીના વરિષ્ઠ ઍડવોકેટ પી.કે. સિંગનું સન્માન કરાયુ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૩ : ભરૂચના અંકલેશ્વર ખાતે યોજાયેલા ભૂમિહાર ઍકતા મંચના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ સંજયસિંહ ઉર્ફર્ે બબલુ દ્વારા વાપીના વરિષ્ઠ ઍડવોકેટ પી ઍન સીંગનું સાલ ઓઢાડી સન્માન કરાયું.પ્રા વિગત મુજબ ગુજરાત રાજ્યમાં વસતા ઉત્તર ભારતીય સમાજના ભૂમિહાર સમાજ દ્વારા ભરૂચના અંકલેશ્વર ખાતે ઍઆઈઍ હોલમાં ભૂમિહાર ઍકતા મંચ નું ત્રીજું સ્નેહમિલન સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ સંજયસિંહ ઉર્ફે બબલુ ભૈયા દ્વારા ઉપસ્થિત રહેલા વાપી સરીગામ સેલવાસ સુરત અને બરોડામાં રહેતા ભૂમિહાર સમાજના લોકોનું સમાજ પ્રત્યેનું યોગદાન નિસારાના કરી હતી સાથે આજના આ કાર્યક્રમમાં વાપી તથા વલસાડના જાણીતા ઍવા ઍડવોકેટ પીઍનસીંગ નું વિશેષ સન્માન કરાયું હતું આ પ્રસંગે તેમની સાથે વાપી થી અવિનાશરાય પ્રમોદસિંહ મનોજ ઠાકુર, ઓમ શર્મા તથા શ્રીગામ ઉમરગામ, સેલવાસ, સુરત અને બરોડાના સભ્યો પણ ઉપસ્થિત રહ્ના હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન અંકલેશ્વર ભૂમિહાર ઍકતા મંચના પ્રમુખ સંજય રાય, રાકેશ શર્મા, નિલેશસિંહ રાઘવેન્દ્ર રાય અને ગોવિંદસિંહ સહિતનાઓ દ્વારા કરાયું હતું.