Vishesh News »

વાપી હાઈવે સર્વિસ રોડ પર દબાણ અને પાર્કિંગથી વાહનચાલકો ત્રાહીમામ વાપી ટાઉન, ઉદ્યોગનગર અને ટ્રાફિક પોલીસની હાઈવે સર્વિસ રોડ પરની ભૂમિકા શંકાના દાયરામાં હોવાની સ્થાનિક દુકાનદારો અને રાહદારીઅોમાં ચર્ચા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૩ : વાપીના હાઇવે સર્વિસ રોડ ઉપર ગેરકાયદે લારી ગલ્લાનું દબાણ અને બેફામ ગેરકાયદે વાહનો પાર્ક કરાવવાની ઘટનાને લઇ ટ્રાફિક જામની સમસ્યાથી સ્થાનિક લોકો તેમજ રાહદારીઓ ભારે પરેશાન બન્યા છે. જિલ્લા ટ્રાફિક પોલીસ અને વાપી ટાઉન તથા વાપી ઉદ્યોગ નગર પોલીસ આ દબાણ કરતાં ઓ સામે કાર્યવાહી કેમ કરતા નથી તેવી અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે.પ્રા વિગત મુજબ વાપીમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વધુ અનેક વિસ્તારોમાં છે પરંતુ જે માત્ર રેલ્વે ઓવરબ્રિજ અંડરગ્રાઉન્ડ બ્રિજ તથા કેટલાક વિકાસના કામો થઈ રહ્ના છે. ત્યાં ડાઈવરજન અપાતા ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે પરંતુ વાપી જીઆઇડીસી ચાર રસ્તા થી સલવાવ સુધીના નેશનલ હાઇવે નંબર ૪૮ અને સર્વિસ રોડ ઉપર છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાફિકની સમસ્યા અને ગેરકાયદે પાર્ક કરેલા વાહનોમાં કાર તથા બાઇક અથડાઈ જવાને કારણે અનેક લોકોના અણધાર્યા મોત થયા છે. પરંતુ અહીં સર્વિસ રોડ ઉપર ગેરકાયદે ર્પાકિંગ તેમજ ખાસ કરીને પેપી લોન હોટલ ચાર રસ્તાથી બલિઠા જકાતનાકા સુધીના બંને બાજુના હાઇવે સર્વિસ રોડ ઉપર ગેરકાયદે કેટલીક લારી ગલ્લા અને ર્પાકિંગની વ્યવસ્થા કરી દેવામાં આવતા અહીં દિવસ રાત દરમિયાન ભારે ટ્રાફિકની સમસ્યા રહે છે જોકે હાલમાં સર્વિસ રોડ ઉપર આવેલ શોપિંગ સેન્ટર અને જીવનદીપ હોસ્પિટલ શિવમ હોસ્પિટલ તથા ઍક જાણીતી અંગ્રેજી માધ્યમની શાળા આવેલ હોય જેને કારણે અહીં આવતા જતા રાહદારીઓ વિદ્યાર્થીઓ દર્દીઓ તથા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે. જે અંગે તાત્કાલિક વાપી ટાઉન અને વાપી ઉદ્યોગ નગર પોલીસ મથકના પીઆઈ તથા ટ્રાફિક વિભાગની ટીમ સક્રિય બની આ સર્વિસ રોડ ઉપર આવેલ ગેરકાયદે દબાણો તેમજ ગેરકાયદે ર્પાકિંગ થતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યાથી લોકોને છુટકારો મળશે તેવી વ્યવસ્થા કરવાની સ્થાનિક લોકો તથા વાહન ચાલકો કરી રહ્ના છે.