Vishesh News »

વાપી નગરપાલિકા દ્વારા ચંડોર કમ્પોઝ પ્લાન્ટ ખાતે રાશિ, નવગ્રહ અને નક્ષત્ર વન રૂ. ૧.૮૦ કરોડના ખર્ચે બનાવાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૩ : વાપી નગરપાલિકા હદ વિસ્તારમાં અનેક ગાર્ડનો તથા તળાવને બ્યુટીફિકેશન કરાઈ નગરજનો માટે ખુલ્લા મુકાયા છે ત્યારે હવે પાલિકાના ચંડોરગામે દમણગંગા નદીના કિનારે આવેલ કમ્પોઝ પ્લાન અને સ્મશાનભૂમિની વચ્ચે રાશિ, નવગ્રહ અને નક્ષત્ર વન રૂ. ૧.૮૦ કરોડના ખર્ચે બનાવી લોકો માટે ખુલ્લુ મુકાયુ છે. પ્રા વિગત મુજબ વાપી નગરપાલિકા દ્વારા ચંડોર કમ્પોઝ પ્લાન ખાતે રૂ. ૧.૮૦ કરોડના ખર્ચે રાશિ, નવગ્રહ અને નક્ષત્ર વન બનાવાયુ છે. જે અંગેની કામગીરી કે.ઍસ. ગોધાણી કન્સ્ટ્રકશન સુરત-બારડોલીને અપાયો હતો. જેઅોઍ ટુકા સમયમાં આ રાશિવન ગાર્ડન બનાવી દીધો છે. જેમાં ખાસ કરીને જાઈઍ તો લગભગ પેવરબ્લોક, પત્થરની તકતીઅો, ફુલ-છોડ તેમજ વાસની કુટીરો (ગજબ્બો) બનાવી દેવામાં આવ્યું છે. જે લોકો માટે ટુંક સમયમાં આકર્ષણનું કેન્દ્ર પણ બનશે. જા કે અહી બનાવવામાં આવેલ મોટાભાગની વસ્તુઅો જાળવણીના અભાવને કારણે નકામી ન બને તેની કાળજી પણ પાલિકા વહીવટીતંત્ર દ્વારા રાખવી જરુરી છે. જા કે અગાઉ અહીં જ પાલિકા દ્વારા રાશિ મુજબના સ્ટોન અને વૃક્ષોનું વાવેતરનું ગાર્ડન બનાવાયો હતો. પરંતુ તે માત્ર ઍક વર્ષમાં જ વેરવિખેર બનીને હાલે તેનું કોઈ અસ્તિત્વ જાવામળતુ નથી તો આ રાશિવનની જાળવણી રાખવી પણ ખુબ જરુરી બની રહેશ. નહી તો પ્રજાના ટેક્ષના રૂપિયા માત્ર દેખાવો કરવા પુરતા ગાર્ડનો બનાવી તેની જાળવણી ન કરવાથી તે ખરાબ અવસ્થામાં બની જાય છે અને અને જયાં કોઈપણ સહેલાણી કે નગરજનો મુલાકાત લેતા નથી. તેવી પરિસ્થિતિ અહીં પણ ન બને તેની કાળજી હાલના પાલિકાના પ્રમુખ અને વહીવટીતંત્ર દ્વારા રાખવી જરુરી બની રહેશે. જા કે આગામી દિવસોમાં વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બની રહી છે તો અહીં કમિશ્નરના નેજા હેઠળ આ તમામ લોકોને માટે બનાવવામાં આવેલ સુવિધાઅોની જાળવણી ચોક્કસ રખાશે તેવી ચર્ચાઅો પણ થઈ રહી છે.