Vishesh News »

કિકરલામાં માટી ચોરી માટે તળાવ ઉલેચી કાઢયું ?!

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૨ ઃ પારડી તાલુકાના કિકરલાગામે આવેલ સરકારી તળાવમાંથી ગેરકાયદેસર પાણીનો નિકાલ કરી તળાવમાંથી કેટલાક માટી ચોર સાથેના મેળાપણામાં તળાવમાંથી માટી ચોરી કરી જવાની તજવીજ કરાઈ રહી હોવાની જિલ્લા કલેકટરને ફરિયાદ કરાતા ભુમાફિયાઓમાં ખડભડાટ મચી જવા પામી છે. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પારડી તાલુકાના કિકરલાગામે સરકારી તળાવ આવેલ છે. જે હાલમાં વરસાદી પાણીથી છલોછેલ ભરાયેલ છે તેમ છતાં ગામના સરપંચ અને ઉપસરપંચ તથા દમણના કેટલાક ભુમાફિયાઓ દ્વારા ઍકબીજાના મેળાપણામાં તળાવમાંથી આ વરસાદી પાણીનો નિકાલ ઈલેક્ટ્રીક મોટર તથા પંપ મૂકી ગટરમાં વહડાવી નિકાલ કરાઈ રહ્ના છે. જે અંગેની કાર્યવાહી ગામના જાગૃત નાગરિક પ્રકાશભાઈ રમણભાઈ પટેલ રહે. કીકરલા-કોડીવાડ દ્વારા જિલ્લા કલેકટરને પત્ર લખી તળાવમાંથી પાણીનો નિકાલ કરવાનું બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જોકે આ અંગે હાલમાં ઉનાળાની સિઝન હોય ગામમાં પીવાના પાણીની તંગી સાથે પશુઓને પણ આ તળાવમાંથી પીવાનું પાણી મળતું બંધ થશે તો ભારે મુશ્કેલી પડશે જેને ધ્યાને લઈ તળાવમાંથી પાણી નો નિકાલ કરવાનું તાત્કાલિક બંધ કરાવે તેવી માંગ કરવામાં આવી છે.