Vishesh News »

સેલવાસમાં ગંદકી ફેલાવશો તો દંડાશો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૦૨ ઃ સેલવાસ નગર પાલિકા વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે કટિબદ્ધ છે. સ્વચ્છતા જાળવવા માટે નગર પાલિકા દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા હતા.જે દરમિયાનનગર પાલિકાને ધ્યાનમાં આ વ્યું કે ઘણા લોકો દ્વારા ગમે ત્યાં ગુટકા, પાન, તમાકુ ખાઈને રહેઠાણ વિસ્તારમાં અને ધંધાકીય બિલ્ડીંગમાં ગંદકી ફેલાવવામાં આવે છે તથા કેટલાક વિસ્તારોમાં ખુલ્લામાં શૌચ કરવામાં આવે છે. જેના નગર પાલિકા દ્વારા ક્રમશઃ રેડ સ્પોટ અને યલો સ્પોટ તરીકે ઓળખવામાં આવ્યા છે.અને આવા સ્થળોને ઓછા કરવા માટે નગર પાલિકા દ્વારા સાર્વજનિક સ્થાન પર થુકવું, પેશાબ કરવું, મળનો ત્યાગ કરવો, પશુ જાનવરો ના મળનો ત્યાગ કરાવવા પર પ્રતિબંધ લગાવવા માં આવ્યો હતો. જેનું ઉલ્લંઘન કરવા બદલ જેતે વ્યક્તિ ઉપર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમ અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે.