Vishesh News »

ઉમરગામમાં ધો. ૬ ની વિદ્યાર્થીનીને ચુંબન કરનાર શિક્ષકને ૮ વર્ષની કેદ અને દંડ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૨ ઃ ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં આવેલ ઍક હિન્દી સ્કૂલના ધોરણ ૬ માં ભણતી વિદ્યાર્થીનીને શિક્ષકે આજે કયો દિવસ છે તેમ કહી ગાલ ઉપર ચુંબન કરનાર આરોપી શિક્ષકને વાપી સ્પેશિયલ કોર્ટ દ્વારા દોષી ઠેરવી આઠ વર્ષની કેદ અને ૯૦૦૦ રૂપિયાનો દંડ ફટકારાયો છે.પ્રા વિગત મુજબ ઉમરગામ તાલુકાના ગાંધીવાડી વિસ્તારમાં આવેલ ઍક હિન્દી સ્કૂલમાં ધોરણ ૬ માં ભણતી વિદ્યાર્થીને તેમના સ્કૂલના ટીચર ઓમ પ્રકાશ છોટેલાલ યાદવ દ્વારા શાળામાં ભણતી વિદ્યાર્થીનીને આજે કયો દિવસ છે ? તેમ કહી જાહેરમાં ગાલ ઉપર ચુંબન કરી દેવામાં આવતા જે અંગેની ફરિયાદ ઉમરગામ પોલીસ મથકમાં તા. ૧૨-૨-૨૦૧૮ના રોજ નોંધાતા પોલીસે તમામ સબૂતો તેમજ પીડીતાનું નિવેદન લઇ પોકસો ઍકટ હેઠળ ગુનો નોîધી કાર્યવાહી હાથ ધરાઈ હતી. જે અંગેનો કેસ વાપીની સ્પેશિયલ પોકસો કોર્ટના જજ ઍમ.પી. પુરોહિતની કોર્ટમાં ચાલતા આજે કોર્ટના વિદ્વાન જજ ઍમ.પી. પુરોહિત દ્વારા આરોપી તથા ફરિયાદીના તમામ પાસાઓ તપાસી સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની ધારદાર રજૂઆત અને સબૂતોને ધ્યાને લઈ આરોપીને દોષી ફેરવી ૯૦૦૦ રૂપિયાનો દંડ તેમજ પોકસો ઍકટ હેઠળ પાંચ વર્ષ અને ૩૫૪ ની કલમ હેઠળ ત્રણ વર્ષ મળી કુલ ૮ વર્ષની કેદ તથા ૯૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે પીડીતાને દંડ પૈકીની ૮૦૦૦ રૂપિયાની રકમ વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરાયો છે.