Vishesh News »

દાનહમાં કલાબેન ડેલકરને લો.જ.પા. (રામ વિલાસ)નું સમર્થન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૦૨ ઃ મંગળવારે લોકજન શક્તિ પાર્ટી, દાદરા નગર હવેલી અને દમણ દિવ પ્રદેશ દ્વારા સેલવાસની હોટલ પાયોનિયર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખ રાજન સોલંકીઍ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી અને જણાવ્યું હતું કે, ઍન.ડી.ઍમાં ઘટક પક્ષમાં જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ઍક સહભાગી હોવાને કારણે, અમારો ભાજપ સાંસદ ઉમેદવારને સંપૂર્ણ સમર્થન છે, અમારા તમામ કાર્યકરો સંપૂર્ણ સમર્પણ સાથે ભાજપ માટે કામ કરશે. રાજન સોલંકીઍ વધુમાં જણાવ્યું હતું કે પક્ષના વડા ચિરાગ પાસવાનના આદેશ મુજબ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) સમગ્ર દેશમાં ભાજપને સમર્થન આપશે, પરંતુ પ્રદેશ સ્તરે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે ભાજપને જાણ કરીશું. પાર્ટી હાઈકમાન્ડ અને પ્રવર્તમાન સંજોગો જોઈને અમે અમારી વિવેકબુદ્ધિ મુજબ નિર્ણય લઈશું અને પ્રદેશના હિતમાં યોગ્ય હોય તેવા જ પગલાં લઈશું. આ અવસરે પ્રદેશ ઍલ.જે.પી (રામ વિલાસ)ના ઉપાધ્યક્ષ મિલન ગોરાટ સહિત પાર્ટીના ઘણા કાર્યકરો હાજર રહ્ના હતા.