Vishesh News »

વલસાડમાં રૂપાલાના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૨ ઃ અખિલ ભારતીય ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજની આગેવાનીમાં વલસાડ જિલ્લા રાજપૂત સમાજના આગેવાનો દ્વારા આજરોજ પુરુષોત્તમ રૂપાલાઍ અભદ્ર ટિપ્પણીના વિરોધમાં લોકસભાની ટિકિટ રદ કરવા અને બેઠક ઉપર અન્ય ઉમેદવાર મૂકવાની માંગણી સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોઍ ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધતો પત્ર વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી છે. અખિલ ભારતીય ક્ષત્રિય રાજપુત સમાજ અને વલસાડ જિલ્લા રાજપૂત સમાજની આગેવાનીમાં આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સંબોધ તો આવેદનપત્ર વલસાડ જિલ્લા કલેકટરને પાઠવવામાં આવ્યો હતો આયોજનપત્રમાં જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાઍ રાજપુત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરતા તેના વિરોધમાં રાજપૂત સમાજ અને કરણી સમાજ નારાજ થયા છે. રાજપુત સમાજસે માંગણી કરી કે પુરુષોત્તમ રૂપાલા ને લોકસભાની ચૂંટણીમાં મળેલી ટિકિટની વંચિત રાખવામાં આવે નહીં તો આગામી દિવસોમાં રાજપુત સમાજ જોરદાર દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવા માટે જિંદગી આપી છે. ભાજપના કાર્યકરો રાજપૂત સમાજ પ્રત્યે કંઈક ટિપ્પણી કર્યા બાદ માફી માંગી લેતા હોય પરંતુ આ વખતે પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન માફીને યોગ્ય નથી જેથી વલસાડ જિલ્લા અખિલ ભારતીય ક્ષત્રિય સમાજના આગેવાનોઍ પુરુષોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરી બીજા ઉમેદવારને ટિકિટ આપે તેવી માંગણી કરી છે. સમગ્ર રાજ્યમાં અને દેશમાં અખિલ ભારતીય રાજપૂત સમાજની આગેવાનીમાં બીજેપી વિરુદ્ધ કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.