Vishesh News »

વલસાડની ડ્રાઈવીંગ ટ્રેનિંગ સ્કુલને ત્રણ દિવસમાં ખુલાસો કરવા આરટીઅોની નોટીસ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૨ ઃ વલસાડ શહેરના દશેરા ટેકરી પર આવેલી પાંડે મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ નીતિ નિયમ વિરુદ્ધ હોવા અંગે ઉદવાડાના ઍક જાગૃત નાગરિકે વલસાડ આરટીઓ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરતા થયેલી તપાસમાં ગેરકાયદેસર રીતે ડ્રાઇવિંગ સ્કૂલ ચાલતી હોવાનું બહાર આવતા પાંડે મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલના સંચાલકને નોટિસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો માંગતા અન્ય મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવોનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. વલસાડ શહેરના દશેરા ટેકરી પર પાંડે મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ જે સરકારી નીતિ નિયમો વિરુદ્ધ કાર્યરત હોવા અંગે ઉદવાડા ગામના પ્રવિણ પટેલ નામના જાગૃત નાગરિકે વલસાડ જિલ્લા આરટીઓ અધિકારીને લેખિતમાં ગંભીર ફરિયાદ કરી હતી. જે ફરિયાદ આધારે વલસાડ આરટીઓ અધિકારી ગજેરાઍ જે અંગેની તપાસ આરટીઓ ઇન્સ્પેક્ટર સરવૈયાને તપાસ આપતા સ્થળ નિરીક્ષણ કરતા પાંડે મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ બંધ હતું. તેમજ ત્યાં કોઈ વાહનો જોવામાં આવ્યા ન હતા. અને મોબાઈલ પણ બંધ હોવાનું જણાવતા તે અંગે આરટીઓ ઇન્સ્પેક્ટર સરવૈયાઍ પાંડે મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ અંગેનો તપાસ રિપોર્ટ આપ્યો અધિકારી ગજેરાને જાણ કરતાં તેમણે પાંડે મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલને નોટિસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો માંગતા અન્ય ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલના સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.