Vishesh News »

ચીખલીના બલવાડા પાસે હાઈવે પર ચેકપોસ્ટ ઊભી કરાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા. ૦૨ ઃ આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજવાની હોય ત્યારે નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચીખલી તાલુકાના બલવાડા ગામે પોલીસ વિભાગ દ્વારા ઍક ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે અને જેમાં સવાર સાંજ વાહનો ચેક કરવામાં આવી રહ્ના છે. નવસારી જિલ્લામાં લોકસભાની ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે માટે નવસારી પોલીસ વિભાગ દ્વારા અગમચેતી રૂપે કાયદો અને વ્યવસ્થા કડક કરી દેવામાં આવતા હોય છે ત્યારે વલસાડ જિલ્લાની હદ પૂર્ણ થાય અને નવસારી જિલ્લાની હદ શરૂ થાય ઍવા ચીખલી તાલુકાના બલવાડા ગામે પોલીસ વિભાગ દ્વારા ઍક ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે જેમાં ૨૪ કલાક પોલીસ વિભાગ દ્વારા વાહનો ચેક કરવામાં આવી રહ્ના છે ત્યારે ચૂંટણી સમયે ચૂંટણી પંચ દ્વારા કેટલાક નિયમો બહાર પાડતા જેમાં પોલીસ દ્વારા આ નિયમોને ધ્યાનમાં રાખી વાહનો ચેક કરવામાં આવી રહ્ના છે જોકે અત્યાર સુધીમાં કોઈ વાહનોમાંથી કોઈ પણ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી આવી નથી.