Vishesh News »

સ્ત્રીને ઉંમરનો કોઈ બાધ નથી!સ્ત્રીને ઉંમરનો કોઈ બાધ નથી!

નોખી-અનોખી - કિંજલ પંડ્યા, પારડી ઍક દિવસે ઍવો જરૂર આવે છે જ્યારે આપણે પોતાની જાતને થેન્ક્યુ કહીઍ છીઍ. કારણ કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાયા વિના, હર્યા વિના, પીછેહટ કર્યા વિના સતત આગળ વધીઍ છીઍ. આજે જે કંઈ પણ છીઍ ઍ ફક્ત અને ફક્ત આપણને પોતાને જ આભારી છે. આપણે કેવું જીવન જીવવું ઍ આપણે જ નક્કી કરવું પડે. આપણું જીવન બીજાંની રીતે ન જીવાય. વળી બીજાનું અનુકરણ કરીને પણ નથી જ જીવાતું. આપણે જે કોઈ પણ ક્ષેત્રમાં હોઈઍ ત્યાં શ્રેષ્ઠ જ બનવું. ઍમાં પણ સ્ત્રી તરીકે જન્મ્યાં છો ત્યારે તો શ્રેષ્ઠતા - સંપૂર્ણતા આપણાંમાં રહેલી જ હોય છે બસ આપણે ઍને ઓળખવી રહી! સ્ત્રી ઘરમાં રહીને ઘર સંભાળતી હોય કે સંસદ ભવનમાં બેસીને રાષ્ટ્રનું બજેટ ઍ કોઈપણ ક્ષેત્રમાં હંમેશા પોતાનું શ્રેષ્ઠ આપવાની જ ખેવના રાખતી હોય છે. હમણાં થોડા દિવસ પહેલાં ટ્વિંકલ ખન્નાઍ સોશિયલ મીડિયા ઉપર ઍક પોસ્ટ મૂકી હતી. જેમાં ઍણે યુનિવર્સિટી ઓફ લંડનમાંથી ફિક્સન રાઇટીંગમાં માસ્ટર્સ કર્યાનું જાણવા મળ્યું. બોલીવુડના સફળ અભિનેતા અક્ષય કુમારની પત્ની, રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની દીકરી, પોતે અભિનેત્રી ઈચ્છે તો પેજ -૩ કલ્ચરમાં, કીટી પાર્ટી, નાઈટ પાર્ટીમાં પોતાનું વૈભવશાળી જીવન વ્યતીત કરી જ શકી હોત પરંતુ ઍણે પોતાના પગ પર ઉભા થઈ પોતાની સૌથી અલગ અને આગવી ઓળખ ઊભી કરી છે. ૫૦ વર્ષની ટ્વિન્કલે હમણાં સુધીમાં કુલ ચાર પુસ્તકો લખ્યાં છે અને સફળ લેખક તરીકે પણ ઍની આગવી ઓળખ બનાવી છે. ૨૩ વર્ષનું લગ્ન જીવન અને ૨૧ વર્ષના સંતાનોની માતા આજે જિંદગી પોતાના ગમે ઍ રીતે જીવે છે, ઍ પણ સભ્ય સમાજમાં શોભા વધારે ઍવી. ટ્વિંકલ ખન્નાનું તો ફક્ત અહીં ઉદાહરણ છે. પરંતુ આ ઍ સ્ત્રીઓ માટે છે જે પોતાના લગ્ન પછી કે સંતાન પછી પોતાનું જીવન જીવવાનું ભૂલી જાય છે અથવા તો કોઈ કારણોસર પોતાનું મન મારીને ગમતું જીવન જીવવાનું અટકાવી દે છે. હમણાંના સમયમાં ૪૦ વર્ષ પછી સ્ત્રીઓનું શરીર ચોક્કસ જ જવાબ આપવા માંડે છે. માનસિક અને શારીરિક રીતે ઍનું જીવન થોડા સમય માટે ડગી જાય છે પણ ઍ સમયે જો પોતાની જાતને સ્ટેબલ કરી લે ... પોતાની જાતને સાચવી લે તો કશુંયે બદલાતું નથી. ઘણી સ્ત્રીઓ ખૂબ ભણી હોય આમ છતાં ઍ પરિવારને સમય આપવા થોડા સમય માટે પોતાની કારકિર્દીને આરામ આપે છે અને પોતાનો સંપૂર્ણ સમય પોતાના સંતાન અને પરિવારને આપે છે ઍવી સ્ત્રીઓને પણ સો સલામ જ કરાય. ઍવી સ્ત્રીઓ પોતાનામાં ધીરજની ધૂણી ધખાવી રાખે છે અને સાચા સમયની રાહ જુઍ છે. નવી શરૂઆત કરવા માટે કે ફરી શરૂઆત કરવા માટે કશુંયે નડતું નથી જ. ઍમાં ઉંમરનો બાદ તો ક્યારેય નથી જ હોતો. વ્ત્ર્ફૂશ્વફૂ જ્ઞ્સ્ન્ ઁં ર્ીફિં શ્રજ્ઞ્ૃજ્ઞ્દ્દ શ્ંશ્વ ર્ી ર્રૂંઁ! સ્ત્રી અને સાહસ ઍકબીજાના પર્યાય છે. સતત પરિવર્તનશીલ જીવન જીવતી સ્ત્રી માટે અશક્ય કશુંયે નથી. ફક્ત હિંમત ન હારવી અને કોઈપણ સંજોગોમાં અડીખમ રહેવું. આ આપણો સૌથી અમૂલ્ય ગુણ છે. ઍક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે આપણે જે કરીઍ છીઍ ઍવું બીજું કોઈ કરી નથી શકતું. આપણામાં જે સુપર પાવર છે ઍ બીજા કોઈનામાં નથી. તેથી આપણે જે કરીઍ છીઍ તે સૌથી બેજોડે કાર્ય હોવાનું. આપણામાં રહેલી સજાગતા આપણને ઘણી રીતે મઠારી શકે ઍમ છે. આપણામાં પરિવર્તન થાય તો થવા દેવું. લોકો શું કહેશે અથવા તો બીજાંને શું ગમશે ઍ જોવાનું કરતાં આપણને શું ગમે છે અને આપણે શું કરી શકીઍ છીઍ ઍ જોવા જેવું છે. ક્યારેય પોતાની જાત વિશે નકારાત્મક ન વિચારવું. પોતાની જાત ઉપર તરસ ક્યારેય ના ખાવી. જીવનમાં જે મળ્યું છે ઍનો સ્વીકાર કરીને ફરિયાદ કર્યા વિના આપણને જે ગમે છે ઍ મેળવવા માટે સતત સંઘર્ષ કરતા રહેવું. ક્યારેય સપના જીવવાનું છોડવું નહીં. અને ઍને સાચા કરવા માટે કરવી પડતી બધી મહેનત કરી જોવી. આપણા સ્વાસ્થ્યની કાળજી સૌથી પહેલા રાખવી. બધું જ આપણે કરી શકીઍ ઍમ નથી હોતું તેથી જેટલું થાય ને ઍટલું શ્રેષ્ઠ કરવું અને જે આપણા હાથમાં નથી ઍને સહર્ષ જવા દેવું. જે આપણું છે ઍ આપણને મળીને જ રહે છે. વળી, બધાં જ લોકો આપણને પસંદ કરે ઍવું પણ નથી જ હોતું. દરેકમાં ભાવ અભાવ રહેલા જ હોય છે તેથી આપણે જ સમયે સમયે આપણા સ્વભાવમાં પરિવર્તન લાવીને આપણા માનસિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા જે કંઈ પણ થતું હોય ઍ કરવું. પોતાના ઉપર વિશ્વાસ રાખીને દરેક કાર્ય કરીઍ તો કયારેય પાછળ નથી જ પડતાં. કારણકે સ્ત્રીને કોઈ મોટીવેશનલ સ્પીકરની બહુ જરૂર નથી પડતી. આપણે જ આપણો હાથ જાતે પકડીને ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાંથી પણ ઉભા થઈ શકીઍ છીઍ. આ આપણને ભગવાને આપેલો આશીર્વાદ છે. તેથી આ આશીર્વાદ ઉપર વિશ્વાસ રાખીને પોતાનામાં શ્રદ્ધા રાખીને હંમેશા આગળ વધવું અને પોતાને ગમે ઍ રીતે જીવવું. જ્યાં સુધી ઍક સ્ત્રીને... પોતાનું માન-સન્માન જાળવતાં નથી આવડતું, ત્યાં સુધી ઍ પોતાનું જીવન જીવી જ નથી શકતી!