Vishesh News »

સેલવાસના સીટી ફોરેસ્ટમાં પ્રવેશ ફી ના ફતવાથી સ્થાનિકોમાં કચવાટ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૦૨ ઃ સેલવાસ નક્ષત્ર ગાર્ડનની બાજુમાં વન વિભાગ અને નગર પાલિકા દ્વારા ચાલવા માટે સીટી ફોરેસ્ટ બનવવામાં આવ્યો છે. જેમાં ઍન્ટ્રી માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવી ન હતી. પરંતુ ૧લી ઍપ્રિલથી અહીં ઍન્ટ્રી માટે ફી લગાવવામાં આવતા રોજ વોકિંગ અને યોગા કરવા માટે આવતા રહીશોમાં નારાજગી જોવા મળી હતી. નક્ષત્ર વનનજ બાજુમાં આવેલ સીટી ફોરેસ્ટમાં ૧લી ઍપ્રિલથી ઍન્ટ્રી માટે બાળકોને ૧૦ રૂપિયા અને વયસ્કને ૨૫ રૂપિયા અને વરિષ્ઠ નાગરિકો માટે ફ્રી ઍન્ટ્રી રાખવામાં આવી છે તથા ૩ મહિના પાસના ૨૫૦ રૂપિયા અને ૬ મહીનાના પાસના ૫૦૦ રૂપિયા રાખવામાં આવ્યા છે. ત્યારે રોજબરોજ વોકિંગ માટે આવતા રહીશોમાં આ નિર્ણયને લઈને નારાજગી જોવા મળી રહી છે. તેમનું કહેવું છે કે, શહેરમાં ઍક માત્ર ઍવું ચાલવાના સ્થળે ફી લઈને ઍન્ટ્રીનો પ્રશાસનનો નિર્ણય ઍકદમ ભૂલ ભરેલો છે જેના ઉપર ફરીથી વિચારવું જોઈઍ.