Vishesh News »

૨૯ વર્ષથી વોન્ટેડ સફાલેનો આરોપી પારડીથી ઝડપાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા.૦૨ઃ પારડી તાલુકાના આસમા ગામથી આજરોજ પારડી પોલીસે ૨૯ વર્ષથી નાસતા ફરતા મર્ડર કેસના આરોપીને પકડી પાડ્યો હતો આ સાથે પારડી પોલીસને ખૂન નો ગુનો ઉકેલવામાં સફળતા મળી હતી પારડી પોલીસ મથકના પી.આઈ. જી. આર. ગઢવીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે ૨૯ વર્ષથી નાસતા ફરતા ખૂનના ગુનાના આરોપીને આસમા ગામેથી ઝડપી પાડ્યો હતો આસમા ગામે રહેતા હરીશ બાબુભાઈ નાયકા ઘરે હાજર હોવાની બાતમી મળતા તાત્કાલિક પારડી પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી મહારાષ્ટ્રના પાલઘર જિલ્લા ના સફાલે પોલીસ સ્ટેશન માં કલમ ૩૦૨ હત્યા અને કલમ ૩૨૪ ના ગુનામાં વર્ષ ૧૯૯૫ ઍટલે ૨૯ વર્ષથી વોન્ટેડ આરોપી હરીશ બાબુભાઈ નાયકા રહે. આસ્મા તા. પારડીને પોલીસે ઝડપી પાડ્યો હતો આરોપીઍ ૧૯૯૫ માં પાલઘરના સફાલે માં પૈસા ની લેતી-દેતી માં હત્યા કરી હતી આરોપીને સફાલે પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ પારડી પોલીસ ઍ હાથ ધરી હતી આ સાથે ૨૯ વર્ષથી લાપતા મહારાષ્ટ્રના સફાલે પોલીસ સ્ટેશનના હત્યાના આરોપીને પકડવામાં પારડી પોલીસને સફળતા મળી હતી.