Vishesh News »

આલીપોર પાસે કતલખાને ધકેલાતી બે ગૌમાતાને ઉગારાઈ ઃ બે ઈસમો વોન્ટેડ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા. ૦૨ ઃ ચીખલી ને.હા. નંબર ૪૮ ઉપર આવેલ આલીપોર ગામની હદમાં ઍક છોટાહાથી ટેમ્પામાં બે ગાય ભરીને કતલખાને લઈ જતા ગૌરક્ષકોઍ બાતમીના આધારે ઝડપી પાડી પોલીસને સુપ્રત કરતા પોલીસે બે ગાય કિંમત રૂ ૧૮૦૦૦ ની કબજે કરી પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવી છે. બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી ને.હા નંબર ૪૮ ઉપર આવેલ આલીપોર ગામની હદમાં સવારના સમયે ઍક છોટાહાથી ટેમ્પો નંબર જીજે ૧૫ ઍટી ૯૩૩૭ માં બે ગાય ભરીને નવસારી ખાતે લઈ જવામાં આવી રહી હતી જે ટેમ્પો આલીપોર રેલવે બ્રિજની આગળ સર્વિસ રોડ ઉપર બગડી જતા ટેમ્પો સાઈડે ઉભો રાખવામાં આવ્યો હતો જેને લઈ કોઈ ગૌરક્ષકે ફોન કરતા ચીખલી પોલીસ ના પીઍસઆઇ ઍચઍસ પટેલ તથા સ્ટાફના માણસો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ ટેમ્પો ચાલક પોલીસની રેડ જોઈને ભાગી છૂટ્યો હતો જ્યારે ટેમ્પાનો ક્લિનર ભુમીન દિનેશ પટેલ રહે. સોનવાડા પટેલ ફળિયા ડુંગરી તા.જી. વલસાડ જેને પૂછતા જણાવેલ કે આ બે ગાયો ઇમરાન ફકીર શેખ રહે ગોરગામ ટીઘરા તા.જી. વલસાડનાઍ ભરી આપી નવસારીના ધોળાપીપળા ખાતે ઉભા રહેવા માટે જણાવેલ જોકે ટેમ્પો ચાલક જયેશ પટેલ રહે. રેલીયા ફળિયા ડુંગરી તા.જી વલસાડ જે ભાગી છૂટ્યો હતો ત્યારે પોલીસે ઍકબીજાની મદદગારીથી ક્રીમ કલરના છોટા હાથી ટેમ્પામાં ઍક સફેદ કાળા કલરની ગાય અને બીજી કાળા કલરની શિંગડા વાળી બે ગાય જેની કિંમત રૂપિયા ૧૮૦૦૦ ગણવામાં આવી છે જેને ટૂંકા દોરડા વડે બાંધી ઘાસચારા તથા પાણી વગર કૃરતાથી બાંધી કતલખાને લઈ જતા ગૌરક્ષકો અને પોલીસની મદદથી બે ગાયોને ઉગારી લેવામાં આવી છે જ્યારે આ બે ગાયો ભરી આપનાર ઇમરાન શેખને તથા ટેમ્પો ચાલાક જયેશ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.