Vishesh News »

પરિયામાં ગુજરાત-નેપાળ મેચમાં વલસાડના અમ્પાયરની પસંદગી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૨ ઃ અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝ ખાતે રમાનાર ટી.૨૦ વર્લ્ડ કપ અગાઉ નેપાળની ટીમ સાથે ગુજરાત અને બરોડાની ટીમો વચ્ચે ૩૧ માર્ચ થી પારડી તાલુકાના પરિયા સ્થિત સાઈ મેઘપન સ્પોર્ટ્સ લાઇફ ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થયેલી ઍસ.ઍમ.ઍસ ફ્રેન્ડ શિપ કપ ઈન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમ્પાયર તરીકે વલસાડનાં હોમ્યાર કાશદની પસંદગી થઈ છે. ૩૧ માર્ચે નેપાળ અને ગુજરાત વચ્ચેની અને ૨ ઍપ્રિલે નેપાળ અને બરોડા વચ્ચેની મેચમાં તેમણે અમ્પાયર તરીકે ફરજ બજાવી હતી.૩ ઍપ્રિલે ગુજરાત અને નેપાળ વચ્ચેની મેચમાં પણ તેઓ અમ્પાયર તરીકે ફરજ બજાવશે. વલસાડ ખાતે અગાઉ રમાયેલી ગુજરાત અને હરિયાણા વચ્ચેની રણજી ટ્રોફી મેચમાં અમ્પાયર તરીકે ફરજ બજાવી હતી, ઉપરાત અનેકવિધ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમ્પાયર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.