Vishesh News »

ઍસબીપીપી કો-અોપ. બેîકના ચોખ્ખા નફામાં ૨૨૭ „ અને કુલ નફામાં ૫૨ „ નો વધારો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૦૨ ઃ વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઍસબીપીપી કો ઓપ બેન્ક છેલ્લા ૯૪ વરસ થી સહકારી ક્ષેત્રે અસ્તિત્વ ધરાવતી સંસ્થા છે. વર્ષ ૨૦૨૧ થી આ સંસ્થા ની બાગડોર ભાજપ શાસિત પેનલ ના હાથ માં રહેલ છે અને તે દરમ્યાન બેન્કે અદભૂત પ્રગતિ કરી છે. જેમાં હાલ ના ગુજરાત રાજ્ય ના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઇનો સિંહફાળો રહેલ છે.બેન્કના સામાન્ય વહીવટની વાત કરીયે તો કોઈ પણ બેન્કની પ્રગતિની પરાશીશી તેના નાણાકીય પરિણામો પર થી આંકવામાં આવે છે. તેથી ઍક વાત નોંધવી ખાસ જરૂરી છે કે બેન્કે નાણાકીય ૨૦૨૩- ૨૪ દરમ્યાન પાછલા બધા જ રિકોર્ડ તોડીને રૂ. ૨૯.૨૩ કરોડનો માતબર કુલ નફો કર્યો છે તે ગત વર્ષ ના રૂ. ૧૯.૨૮ કરોડની સરખામણી માં રૂ. ૯.૯૫ કરોડ વધારે છે જે લગભગ પર ટકા નો વધારો દર્શાવે છે. જો ચોખ્ખા નફાની વાત કરીયે તો તે ગત વર્ષ ના રૂ. ૬.૪૨ કરોડ થી વધીને વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂ. ૨૧.૦૪ થવા પામેલ છે. જે ૨૨૭ ટકા નો વધારો દર્શાવે છે. આ સાથે જ બેન્કે ધંધાના વિકાસની દિશામાં પણ હરણફાળ ભરી છે. વર્ષની શરૂઆત માં બેન્કની કુલ ડિપોજિટ રૂ. ૮૪૫ કરોડ રહેલ જે વધીને માર્ચ ૨૦૨૪ ના અંતે રૂ. ૯૨૪ કરોડ ઍટલે રૂ. ૭૯.૩૬ કરોડ વધારે અને કુલ ધિરાણ જે વર્ષની શરૂઆતમાં રૂ. ૫૩૧ કરોડ હતું તે વધીને વર્ષને અંતે લગભગ રૂ. ૬૩૨ કરોડ રહેલ હતું. તે ઉપરાંત બેન્કના ઍનપીઍમાં પણ ખાસ્સો ઘટાડો જોવા મળેલ છે જેની ટકાવારી ગત વર્ષમાં ૭.૩૨ રહેલ જે આ વર્ષે ઘટીને ૬,૦૯ રહેલ છે. નોંધનીય બાબત ઍ છે કે બેન્કના ધિરાણ માં લગભગ રૂ. ૧૦૦ કરોડ નો વધારો થયેલ તો પણ ઍનપીઍમાં કુલ રૂ. ૪૫.૨૪ લાખનો ઘટાડો થયેલ જોવા મળેલ છે. બેન્કની આ પ્રગતિમાં બેન્કના હાલના ચેરમેન જિતેન્દ્રભાઈ દેસાઇ, બોર્ડ ઓફ ડિરેકટર્સના સભ્યો, બોર્ડ ઓફ મેનેજમેંટના સભ્યો, બેન્કના કર્મચારી ગણ અને સમસ્ત સ્ટાફ સભ્યો, સભાસદો અને ગ્રાહકોનો ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન છે. નોંધનીય બાબત છે કે બેન્કે હાલમાં જ નવા પ્રોડક્ટસ જેમ કે ડ્રોપ લાઇન ઓડી, ક્રેડિટ બેજડ ઇન્ટરેસ્ટ રેટ વિગેરે શરૂ કરેલ છે જેથી ગ્રાહકોને ફાયદો થશે. તે ઉપરાંત બેન્ક પોતાના સભાસદો ને વૈદકીય સહાય અને કલ્યાણ નિધિ યોજનાઓ થકી વિવિધ નાણાકીય સવલતો પૂરી પડીને સમજોપયોગી કામગીરી કરતી આવેલ છે. બેન્કના સમસ્ત કર્મચારી ગણ ગ્રાહકોની સેવા માટે હમેશાં તત્પર રહેલ છે.