Vishesh News »

વાંસદાના લાખાવાડીમાં જુગાર રમતા ૩ ઝડપાયા ઃ પાંચ વોન્ટેડ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાંસદા, તા. ૦૨ ઃ પોલીસ સુત્રથી પ્રા માહિતી મુજબ નવસારી ઍલસીબીને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાંસદાના લાખાવાડી ગામે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો તીન પત્તીનો જુગાર રમી રહ્ના છે. જે બાતમી આધારે ઍલસીબી ઍ રેડ કરતા વાંસદા તાલુકાના લાખાવાડી ગામે ડુંગરી ફળિયા પાસે આવેલ ઈંટના ભઠ્ઠા નજીક ખુલી જગ્યા માંથી કૈલાશચંદ્ર ઉદયલાલ કુમાવત (ઉં.વ.૨૭ રહે. લિમ્બરપાડા નિશાળ ફળિયું તા. વાંસદા મૂળ રહે. સબલપુરા ગામ તા. આસિંદ જિ. ભીલવાડા રાજસ્થાન), ધર્મેશ રમેશભાઈ પટેલ (ઉં.વ.૪૫ રહે. સિયાદા ગામ પટેલ ફળિયુ તા. ચીખલી), તથા અશોક બાબુભાઈ પટેલ (ઉં.વ.૩૪ રહે. સારવણી ગામ ડુંગરી ફળિયુ તા. ચીખલી) જેઓને ઍક બીજાની મદદગારીથી ગંજી પાના વડે તીન પત્તીનો જુગાર રમતા પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમજ દાવ પરના રોકડ રૂ. ૧૧,૭૦૦, આરોપીઓની અંગઝડતી માંથી મળી આવેલ રૂ. ૧૮,૮૦૦ , મોબાઈલ નંગ - ૩ કિં. રૂ. ૭૫,૫૦૦ , મોટર સાયકલ નંગ - ૨ કિં. રૂ. ૫૫,૦૦૦ મળી કુલ કિં. રૂ. ૧,૬૧,૦૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કરી સ્થળ ઉપરથી નાસી ગયેલ વોન્ટેડ આરોપી મયંક પંકજભાઈ પટેલ (રહે. મેરીમાતા ફળિયુ અંબાજી ગામ તા. ચીખલી, અક્ષય ઉર્ફે અક્ષુ (રહે. કંડોલપાડા વાવ ફળિયું તા. વાંસદા), સુભાષ ભગુભાઈ પટેલ (રહે. અંબાચ નીચલું ફળિયું તા. ચીખલી), સંજય અર્જુનભાઈ પટેલ ( રહે.સાદડવેલ તા. ચીખલી) તથા વિરલ ઉફેઁ લાલો કનુભાઈ પટેલ ( રહે. કણભઈ ગામ તા. ચીખલી) આ તમામ વિરુધ્ધ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.