Vishesh News »

રોણવેલ યુવક મિત્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૨૭ રક્ત બોટલ ઍકત્ર કરાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૧ : વલસાડ તાલુકાના રોણવેલ ગામે આવેલી રોણવેલ પ્રાથમિક શાળામાં ઍ આર ડી ઍફ અને રોણવેલ યુવક મિત્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખતા ૧૨૭ રક્ત યુનિટ ઍકત્ર થઈ હતી વલસાડ રક્તદાન કેન્દ્ર પર લોહીની અછત રહેતી હોય છે. આ લોહીની અછતને પહોંચી વળવા માટે રક્તદાન કેન્દ્ર દ્વારા રક્તદાન કેમ્પો રાખવામાં આવે છે. ત્યારે વલસાડ તાલુકાના રોણવેલ ગામે ચાલતી રોણવેલ યુવક મિત્ર મંડળ અને અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડના સહયોગથી રોણવેલ ગામની પ્રાથમિક શાળામાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્ત દાતાઓ ઉમટી પડતા ૧૨૭ જેટલી રક્ત યુનિટ ઍકત્ર કરવામાં આવી હતી. રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે રોણવેલ યુવક મિત્ર મંડળના હોદ્દેદારો કાર્યકર્તાઓ ગ્રામજનોઍ ભારે જહેમત ઉઠાવી હતી.