Vishesh News »

દાદરા નગર હવેલીના ૪ કારસેવકો જે ટ્રેનમાં હતાં ઍના પર ઝાંસીમાં બોમ્બ ઝીંકાયો હતો

કાર સેવકોને સુચના અપાય હતી કે ‘ટ્રેનમાં કે કોઈપણ સ્થળે રામ જન્મભૂમિ વિશે કોઈઍ કંઈ પણ વાત કરવી નહીં તેમ જ ભગવું કપડું બહાર કાઢવું નહીં’ અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જેવી હાલતમાં ટ્રેનમાં બેસી મુંબઈ જતી ટ્રેન જ્યારે નાસિક પહોંચી ત્યારે ખબર પડી કે મુંબઈમાં પણ ભારે તોફાન અને કર્ફ્યુ લગાવાયો છે સ્પેશિયલ સ્ટોરી મનોજ ભંડારી, વાપી દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ વાપી, તા. ૧૮ ઃ અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં દાદરા નગર હવેલીના ૪ કાર સેવકોઍ ૧૯૯૨માં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદના ઘુમ્મટ ધ્વંસ કરવાની ઘટનાના સાક્ષી બન્યા હતાં. તેઓઍ સતત પાંચ દિવસ સુધી કારસેવા કરી હતી. છઠ્ઠી ડિસેમ્બરની ઘટના બાદ કાર સેવકોઍ પરત વતન જવા માટેની સૂચના બાદ આ ટુકડી લખનઉ રેલવે સ્ટેશનથી મુંબઈ જતી ટ્રેનમાં પરત આવવા રવાના થયા પરંતુ ઝાંસી રેલ્વે સ્ટેશને ટ્રેન ઉપર બામ્બ ઝીંકાયા હતાં. પણ સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. ત્યાંથી મુંબઈ જતા રસ્તામાં નાસિક ઉતરી કપરાડા-નાનાપોન્ડાથી સેલવાસ પહોંચ્યા હતા. ત્યાં શ્રીરામ મંદિર વિશેના બેનર લગાવવા અંગે દિપકભાઈ જાદવની પોલીસે ઘરપકડ કરી ઍક દિવસ બાદ કોર્ટમાંથી જામીન પર છુટકારો થયો હતો. શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા આંદોલનમાં કારસેવા માટે કરવા માટે સમગ્ર દેશમાંથી કારસેવકો અયોધ્યા પહોંચ્યા હતાં. જ્યાં દાદરા નગર હવેલી વિસ્તારમાંથી પણ ચાર જેટલા કારસેવકો પણ ગયા હતાં. જેમાં દાદરા નગર હવેલી પ્રદેશ ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ દીપકભાઈ જાદવ, રીટાબેન પટેલ, તેમિનાબેન પુજારી અને વનવાસી કલ્યાણ આશ્રમના સંઘ સાથે જોડાયેલા ભસીનજી વાપી રેલવે સ્ટેશનથી સુરત, ઉધના અને ત્યાંથી તાીગંગા ટ્રેનમાં બેસી બનારસ પહોંચ્યા હતાં. આ તમામ કારસેવકોને સુરત ખાતે ભેગા થયેલા વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશના કાર સેવકોની ૧૧-૧૧ સભ્યોની ટુકડી બનાવી હતી. જેમાં મહિલાઓની પણ દુર્ગાવાહિની ટુકડી બનાવી હતી આ ટુકડીના પ્રમુખની સૂચનાથી તમામ સભ્યોઍ કામ કરવાનું નક્કી કરાયું હતું અને તેઓને બનારસ રેલવે સ્ટેશને ઉતરી ત્યાંથી ગંગા નદીમાં સ્નાન કરી સ્થાનિક સ્વયંસેવકોઍ અયોધ્યાના હનુમાનગઢી ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સતત પાંચ દિવસ સુધી સેવાઓનું કાર્ય કર્યા બાદ ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ સવારે ૯ઃ૦૦ કલાકે તમામ કાર સેવકો રેલી આકારે સભા સ્થળે પહોંચ્યા હતાં. જ્યાં કારસેવકોને આપવામાં આવેલ સૂચના મુજબ સરયુનદીમાંથી તમામ કાર સેવકોઍ રેતી લઈ જવા જણાવ્યું હતું. જેથી તમામ કાર સેવકો રેતીનો જથ્થો લઈ ગયા હતા અને લગભગ ૧૧ કલાકે સભા સ્થળે ભાષણ બાદ લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને કેટલાક લોકો રામ જન્મભૂમિ બાબરી મસ્જિદના ત્રણ ઘુમ્મટ ઉપર પહોંચી ગણતરીની મિનિટમાં જ તોડી નંખાયો હતો અને પરિસ્થિતિ બગડે તે પહેલા તમામ કારસેવકોને પોતાના રહેઠાણ સ્થળે પહોંચી જ ગયા હતાં. રાત્રે ફરી સૂચના મળતા તમામ કા સેવકો રામ જન્મભૂમિ સ્થળે પહોંચી કાટમાળ હટાવી લેવલ કરી રામલલ્લાની તંબુમાં સ્થાપના કરી લેવાઈ હતી અને તા. ૮-૧૨-૧૯૯૨ના રોજ સવારે સમગ્ર દેશમાં તમામ કારસેવકોને આપેલ સૂચના મુજબ પોતાના વતન જવા રવાના થવા જણાવતા આ દાદરા નગર હવેલીની કારસેવકની ટુકડી વાપીના પાંચથી સાત જેટલા કારસેવકો સાથે લખનૌથી મુંબઈ જતી ટ્રેનમાં મુંબઈ જવા રવાના થયા હતાં. તે દરમિયાન ઝાંસી રેલવે સ્ટેશનને ટ્રેન પર કેટલાક વિધર્મી અને અસામાજિક તત્વોઍ હુમલો કરી પેટ્રોલ તથા ગ્રેનાઇટ ફેકતા મોટો બ્લાસ્ટ થયો હતો. જેમાં કારચાલકોનો ચમત્કારિક બચાવ થયો હતો. ત્યારબાદ કાર સેવકોને સુચના અપાય હતી કે ટ્રેનમાં કે કોઈપણ સ્થળે રામ જન્મભૂમિ વિશે કોઈઍ કંઈક વાત કરવી નહીં તેમ જ ભગવું કપડું બહાર કાઢવું નહીં અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જેવી હાલતમાં ટ્રેનમાં બેસી મુંબઈ જતી ટ્રેન જ્યારે નાસિક પહોંચી ત્યારે ખબર પડી કે મુંબઈમાં પણ ભારે તોફાન અને કર્ફ્યુ લગાવાયો છે. આથી હમો તરત નાશિક રેલવે સ્ટેશનને ઉતરી જઈ ત્યાંથી ઍક ટ્રકમાં બેસી પેઠથી કપરાડા-નાનાપોન્ડા પહોંચ્યા હતાં. જ્યાં અમારા સાથે વાપી ચલાના કાર સેવક વિજયભાઈ બાબુભાઈ પટેલના નાનાપોન્ડા ખાતે રહેતા સગાને ત્યાં પહોંચ્યા હતાં. જ્યાં સ્નાન કરી રાત્રિ ભોજન લીધું હતું અને ત્યાંથી વાપીના કારસેવકો વાપી જવા રવાના થયા જ્યારે દીપકભાઈ પોતે રીટાબેન તેમિનાબેન અને ભસીનજી નાનાપોન્ડા થી ઍક જીપમાં બેશી સેલવાસ જવા રવાના થયા હતા અને સીલીગામે ઊતરી ત્યાંથી સતત ત્રણ કિલો મીટર સુધી રાત્રે અંધારામાં પગપાળા ચાલી આગળથી ઍક રિક્ષામાં બેસી સેલવાસ પહોંચ્યા હતાં. સેલવાસમાં બેનર લગાડતા દિપક જાદવને જેલ થઈ હતી રામ જન્મભૂમિ બાબરી મસ્જિદનો ઢાંચો તોડી પાડ્યા બાદ તા. ૯-૧૨-૧૯૯૨ના રોજ સમગ્ર દેશમાં હિન્દુ સનાતન ધર્મના લોકો રસ્તા પર ઉતરી આવી ‘મંદિર વહી બનેગા જ્હાં રામ લલ્લાકા જન્મ હુઆ હૈ’ જેવા બેનર સેલવાસમાં લગાવવામાં આવ્યા હતાં. જે અંગે સેલવાસ પોલીસે આરઍસઍસ વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપના નેતા દીપકભાઈ જાદવની આ બેનર લગાવવા બાબતે ઘરપકડ કરી હતી અને તેને ઍક દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખી હિન્દુ સમાજનો ગુસ્સો અને લોકો ભેગા થતા પોલીસે તાત્કાલિક બીજા દિવસે તેમને કોર્ટમાં રજૂ કરી જામીન પર છુટકારો થયો હતોં.