Vishesh News »

વલસાડમાં શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક અને ભાનુજુથ સર્કલના નળ કનેકશન કપાતા ફુલ-ઝાડ સુકાઈ જતાં લોકોમાં ભારે નારાજગી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૧ : ભાનુશાલી સમાજનું ગૌરવ ભારત રત્નઅને ક્રાંતિકારી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારકમાં બનાવેલ સ્ટીલ ગ્રીલ અને ગાર્ડન ભાનુ યુથ સર્કલ દ્વારા લોકાર્પણ કરાયા બાદ વલસાડ નગરપાલિકા દ્વારા ત્યાં મુકવામાં આવેલો પાણીનો નળ કનેક્શન કાપી નાખતા ગાર્ડનમાં ઉગાડેલા ફૂલ ઝાડના તેમજ લોન સુકાઈ ગઈ હતી. પાલિકાઍ નળ કનેક્શન કાપી નાખતા ભાનુશાલી સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી. ભાનુશાલી જ્ઞાતિના ગૌરવ, ભારતરત્ન, સશસ્ત્ર ક્રાંતિનાં પ્રણેતા પ્રબળરાષ્ટ્રભકત ક્રાંતિગુરૂ ભાનુશાલી પંડિતશ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમા વલસાડ શહેરના રામરોટી ચોક પર આવેલી છે. શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડના વડીલઓ, યુવાનો, મહિલાઓ તેમજ સમસ્ત કચ્છી ભાનુશાલી સમાજ ના સભ્યો ઍ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત વલસાડ ભાનુશાલી જ્ઞાતીનું યુવા સર્કલ ભાનુયુથ સર્કલ વલસાડ ઘ્વારા શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારકના ફરતે બનાવવામાં આવેલ સ્ટીલની ગ્રીલનું લોકાર્પણ અને સ્મારકની ચારે બાજુ ફૂલ ઝાડ તેમજ નાનકડો ગાર્ડન ભાનુ યુથ સર્કલ વલસાડના અધ્યક્ષ રાજેશભાઈ વિશ્રામભાઈ ભાનુશાલી (રાજુડોલબી) દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસ અગાઉ શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારક પાસે મૂકવામાં આવેલો પાણીનો નળ પાલિકાઍ કાપી નાખતા સ્મારક આગળ બનાવેલા બગીચોના ફૂલ છોડો મૂર્જાઈ મરી ગયા હતા અને લોન પણ બળી ગઈ હતી. જે અંગે ભાનુ યુથ સર્કલ અધ્યક્ષ ઍ વલસાડ નગરપાલિકા ઇજનેર હિતેશ પટેલને પાણીનો નળ કનેક્શન કાપવા બાબતે પૂછપરછ કરી હતી. જો કે તેમણે પાણીનો નળ તાત્કાલિક પાછો લગાવવી આપવાની ખાતરી આપી હતી.અત્રે ઉલ્લેખની ઍ છે કે, વલસાડ નગરપાલિકાના કેટલાક મિલકતદારોના મોટી રકમ બાકી હોવા તેમ છતાં તેઓના નળ કનેક્શન કાપવામાં આવતા નથી ત્યારે ભાનુશાલી સમાજનું ગૌરવ અને ક્રાંતિકારી ભારત રત્ન ઍવા શ્યામજી કૃષ્ણવળ વર્મા સ્મારક પાસે મૂકવામાં આવેલો નળ કનેક્શન પાલિકાઍ કાપી નાખતા ભાનુશાલી સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી.