Vishesh News »

વલસાડ તા.પં.ની જૂની બિલ્ડીંગનું જાખમી રીતે ડિમોલિશન શરુ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૧ : વલસાડ તાલુકા પંચાયત ત્રણ કરોડના ખર્ચે નવી બિલ્ડીંગ બનાવવાની કામગીરી નો ખાતમુહૂર્ત કરવામાં આવતા જૂની તાલુકા પંચાયત કચેરીનું ડિમોલેશન કરતી વખતે કોન્ટ્રાક્ટર દ્વારા મકાન તોડનાર મજૂરોને કોઈપણ જાતની સેફટી કે બિલ્ડીંગને ચારે બાજુ નેટ કે પતરા લગાવવા વગર બિલ્ડીંગનું તોડફોડ કરતાં રોડ ઉપર થી પસાર થતાં વહનચાલકો કે રાહદારીઓ જીવના જોખમે પ્રસાર થઈ રહ્ના છે. જોકે ચારે તરફ નેટ કે પતરા બાંધવામાં આવશે કે પછી ઍમ જ બિલ્ડીંગ તોડી નાખશે. વલસાડ તાલુકા પંચાયત કચેરી વર્ષો જૂની હોવાથી જર્જરીત બની ગઈ હતી. વલસાડ તાલુકા પંચાયત કચેરી નવું ઍ બિલ્ડીંગ માટે ૩ કરોડની મંજૂરી મળતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલના હસ્તે ખાતમુરત કરવામાં આવ્યું હતું. જોકે આ જર્જરીત તાલુકા પંચાયત કચેરી ને તોડવાનો કોન્ટ્રાક આપવામાં આવ્યો હતો. મજૂરો દ્વારા મકાનને તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જોકે આજુબાજુમાં સરકારી કચેરીઓ કોર્ટ કચેરી, શાળા તેમજ સોસાયટી અને રહીશોના મકાનો મોટા પ્રમાણમાં આવેલા છે. તો બીજી તરફ વલસાડ સીટી પોલીસ મથકથી તાલુકા પંચાયત કચેરી રોડ પરથી રાત દિવસ મોટા પ્રમાણમાં વાહન ચાલકો રાહદારીઓની અવર-જવર થતી હોય છે. ત્યારે વલસાડ તાલુકા પંચાયતની બિલ્ડીંગનું તોડવાનું કામ ચાલી રહ્નાં છે પરંતુ આ બિલ્ડિંગનો કોન્ટ્રાક્ટરે ચારે બાજુ પતરા કે નેટ બાંધવામાં આવી નથી જેના કારણે રોડ પરથી પસાર થતાં વાહન ચાલકો રાહદારીઓ જીવના જોખમે પસાર થઈ રહ્ના છે. વલસાડ તાલુકા પંચાયતના જુના મકાનનું તોડવાનું કામ કરનારા કોન્ટ્રાક્ટરે બિલ્ડીંગને ચારે બાજુ પતરા કે નેટ બાંધી તોડફોડ કરે ઍવી લોકોની માંગણી છે.