Vishesh News »

ભાજપમાં ઉમેદવારને દૂર કરવા નનામો પત્ર ચાર ચાર વાર સોશિયલ મીડિયામાં વાયરલ કરાતા નાણામંત્રી સહિત ધારાસભ્યો વલસાડ-ડાંગ લોકસભા બેઠકના ઉમેદવારને જીતાડવા મેદાને ઉતર્યા

વલસાડનો પત્ર - કમલેશ હરિયાવાલા, વલસાડ લોકસભાની ચૂંટણીમાં વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવારો માટે અનેક અટકળો વચ્ચે ભાજપ પાર્ટી દ્વારા વલસાડ ડાંગના રહીશો જેને નહીં ઓળખે તેવા યુવાનને ટિકિટ આપતા વલસાડ જિલ્લા ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. લોકસભાની વલસાડ ડાંગ જિલ્લાના બેઠકના ઉમેદવારને બદલવા માટે ભાજપ દ્વારા ચાર ચાર વાર નનામો પત્ર વાયરલ કરાતા નાણામંત્રી સહિત ધારાસભ્યો સહિત પાંચ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉમેદવારને જીતાડવા માટે મેદાને ઉતરવું પડ્યું છે. આગામી સાત મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વલસાડ ડાંગ બેઠક પર ઍક ડઝનથી વધુ ભાજપના ઉમેદવારોઍ ટિકિટની માંગણી કરી હતી. જોકે કેટલાક ઉમેદવારોઍ પોતાના ટિકિટ મળે ઍ માટે ઍડી ચોટીનો જોર લગાવ્યું હતું. જોકે ભાજપ સંગઠને વલસાડ ડાંગ લોકસભાની સીટ પર ભાજપના ધવલ પટેલ નવ યુવાનને ટિકિટ આપવામાં આવતા વલસાડ ડાંગ જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ ચોકી ઉઠ્યા હતા. જોકે આ ધવલ પટેલની ભારે ચર્ચાઓ ઉઠી હતી. વલસાડ ડાંગ લોકસભાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ધવલ પટેલ વાસદાના ઝરી ગામના અને તેઓ વર્ષોથી સુરતમાં રહે છે. ધવલ પટેલ ભાજપના આઈ.ટી. સેલ સંભાળતા હોવા થી દેશના વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, જેપી નડ્ડા અમિત શાહ સી.આર. પટેલ સહિત મોટા મંત્રીઓ સાથે સીધો સંપર્ક છે. વલસાડ ડાંગ જિલ્લાના કાર્યકર્તાઓ માંથી લોકસભાની બેઠક પર ભાજપના અજાણ્યા નવ યુવાનને ટિકિટની ફાળવણી કરવાના મામલે વલસાડ જિલ્લા ભાજપમાં પણ અસંતોષ જોવા મળી રહ્ના છે. જોકે તેઓ આ અસંતોષ જાહેર કરી શકે તેમ ન હોય જેથી તેમણે નનામાં પત્રો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે પી નડ્ડા, અમિતભાઈ શાહ સી આર પાટીલ તથા પત્રકારને સંબોધતો નનામો પત્ર ચાર ચાર વાર વાયરલ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા દાંતી, દાંડી કકવાડી સહિતના ગામોમાં વલસાડ ડાંગ બેઠકના ભાજપી ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં બેનરો લાગ્યા છે. વલસાડ જિલ્લામાં વલસાડ ડાંગ બેઠકના ભાજપે ઉમેદવાર ધવલ પટેલની સામે ભાજપી કાર્યકર્તાઓ હોદ્દેદારોમાં નારાજગી અને અસંતોષ જોવા મળતા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની સીધી દેખરેખ હેઠળ અને સૂચનાથી વલસાડ ડાંગ બેઠકના ઉમેદવાર ધવલ પટેલને જંગી બહુમતીથી જીતાડવા માટે નાણામંત્રી અને પાર્ટીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈની રાહબર હેઠળ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ઉમરગામ ધારાસભ્ય રમણભાઈ પાટકર, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ તથા વિવિધ ભાજપના સંગઠનો ભાજપના મહિલા, યુવા કાર્યકર્તાઓ સહિત ભાજપની વિવિધ હોદ્દેદારો કાર્યકર્તાઓ સભ્યો ઉમેદવારને જીતાડવા માટે ઍડી ચોટીનો જોર લગાવી રહ્ના છે અને ઠેર ઠેર ચૂંટણી પ્રચારના કાર્યક્રમો કરવામાં આવી રહ્ના છે. ધવલ પટેલના ચૂંટણી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઍકત્ર થઈ રહ્ના છે. તો બીજી તરફ વલસાડ ડાંગ બેઠકના ઉમેદવાર અને વાંચનારા ધારાસભ્ય અનંત પટેલ પણ વલસાડ જિલ્લાના વિસ્તારોમાં પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહ્ના છે.