Vishesh News »

પરવાસામાં દૂધના ફેટ અોછા અપાતા પશુપાલકો નારાજ ઃ દૂધ ઢોળી વિરોધ કર્યો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૦૧ ઃ પારડી તાલુકાના પરવાસાગામમાં આજરોજ દૂધ મંડળીની મળેલી મિટિંગમાં પશુપાલકોના પ્રશ્નોના નિકાલ ન થયા હોવાના આક્ષેપ સાથે પશુપાલકોઍ દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કર્યો હતો અહીં પરવાસા ગામમાં મહિલા મંડળ દ્વારા સંચાલિત દૂધ ડેરીમાં પશુપાલકો દૂધ ભરી પશુપાલક મહિલાઓ રોજી રોટી મેળવી રહ્ના છે. દૂધ મંડળીના પ્રમુખ કલાવતીબેનની આગેવાનીમાં મહિલા મંડળ દ્વારા દૂધ ડેરીનું સંચાલન કરવામાં આવી રહ્નાં હોય છેલ્લા ઘણા સમયથી ડેરીમાં દૂધ ભરતા સભાસદો દ્વારા આપવામાં આવતા દૂધમાં ફેટ ઓછા આપતા હોવાના આક્ષેપો થઈ રહ્ના છે પશુપાલકોઍ વારંવાર દૂધ મંડળીના પ્રમુખ કલાવતીબેન સહિત અગ્રણીઓને વારંવાર રજૂઆત કરી હોય તેમ છતાં મંડળીના પ્રમુખ સહિત સમિતિના સભ્યો દ્વારા સભાસદોની ઉઠતી ફરિયાદનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું ન હોય જેને લઈને મંડળીના પ્રમુખ કલાવતીબેન ઍ આજરોજ સભાસદોની અને સમિતિની ઍક બેઠક બોલાવી હતી પડતર પ્રશ્નો માટે બોલાવેલી ખાસ બેઠકમાં પરવાસા દૂધ ડેરીની સમિતિના પ્રમુખ કલાવતીબેન સહિત સમિતિના સભ્યો ગેરહાજર રહ્ના હતા જેને લઈને પશુપાલકોમાં નારાજ થઈ ગયા હતા અને આજરોજ પશુપાલકોઍ દૂધ ડેરી બહાર દૂધ ઢોળી સમિતિના પ્રમુખ અને સમિતિના હોદ્દેદારો વિરુદ્ધ પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મંડળીના તમામ સભાસદો ઍ જૂની મંડળીના પ્રમુખ સહિત સમિતિના સભ્યોને બરખાસ કરી સમિતિની નવી રચના કરવા ઍક ઠરાવ કર્યો હતો. દૂધમાં માત્ર ત્રણ ફેટ બતાવી સાથે અન્યાય કરવામાં આવી રહ્ના હોવાના આક્ષેપો થયા હતા. પ્રમુખ સહિત સમિતિના સભ્ય દ્વારા કોઈ કાર્યવાહી ન હાથ ધરતા છેવટે સભાસદો ઍ બેઠક બોલાવી જૂની સમિતિ બરખાસ્ત કરી નવી સમિતિની રચના કરી નવી સમિતિને તમામ કામગીરી કરવા ઠરાવ કર્યા હતા. આજે જ્યારે ફેટના મુદ્દે સભાસદો વિખરી ગયા હતા અને મોટી સંખ્યામાં સભાસદો પશુપાલકો ભેગા થઈ ગયા હતા તો કેટલાક પશુપાલકોઍ પોતાનું દૂધ જમીન પર નાખીને વિરોધ પ્રદર્શન કર્યો હતો.