Vishesh News »

પારડીથી નકલી સોનુ આપી છેતરપીંડી કરનાર બે ઝડપાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૦૧ ઃપારડીમાં કુમાર શાળા પાસે વલસાડ જિલ્લા ઍસઓજીઍ પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી સોનું આપી છેતરપિંડી કરનારા હાલ પારડી રેલવે સ્ટેશન ફાટક પાસે રહેતા અને મૂળ રાજસ્થાનના બે વ્યક્તિઓની રૂ. ૧,૪૨,૦૦૦ ના મુદ્દા માલ સાથે ધરપકડ કરી છે આમ નકલી સોનું આપી છેતરપિંડી લોકો સાથે કરતા ગેંગના સાગરી તો ને આજરોજ પારડીમાં ઍસઓજીઍ પકડી પાડી મોટી સફળતા મેળવી છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાના સૂચના અનુસાર ઍસ ઓ જીપીઆઈ ઍ.યુ.રોઝ પીઍસઆઇ આર. બી. પરમારના માર્ગદર્શન હેઠળ પારડી વિસ્તારમાં ઍસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પારડી કુમાર શાળા પાસે જીતેન્દ્રકુમાર ઉર્ફે અશોક ગડલાલા રામજી વાઘેલા રહે પારડી રેલવે સ્ટેશન ફાટક પાસે મૂળ રહે. રાજસ્થાન અને અર્જુન કુમાર ભીમાજી સોલંકી હાલ રહે પારડી રેલવે સ્ટેશન ફાટક પાસે મૂળ રહે. રાજસ્થાન બંને જણાને અટકાવીને તપાસ કરતાં બંને જણા પાસેથી સોનાના મણકા કુલ નંગ ૨૯ પીળી ધાતુની માળા નગ ઍક ચાંદીના ગોળ રાણી સિક્કા નગ પાંચ રોકડ રકમ રૂ. ૧,૦૧૨,૫૦ મોબાઈલ ફોન નગત્રણ મળી આવ્યા હતા બંને જણાને સામાન અંગેના આધાર પુરાવા માંગતા સંતોષકારક જવાબ બંને જણાય આપેલો ન હતો અને ગલ્લા તલ્લા કર્યા હતા બાદમાં જીતેન્દ્રને પૂછતા તેણે ચડાવ્યું હતું કે, આજથી ઍકાદ મહિના પહેલા સરીગામના ઍક વ્યક્તિને સાચું સોનુ આપવાના બહાને તેને ખોટું ધાતુની માળા આપી રૂ. ૫૦,૦૦૦ પડાવી લીધા હતા જ્યારે વાપી હનુમત વિસ્તારમાં રહેતા વ્યક્તિ પાસેથી રૂ. ૧૦,૦૦૦ અને ઍ જ વ્યક્તિને ઍક કિલો સોનું ખરીદવા માટે પાંચ લાખની માંગણી કરતા બસ સ્ટેન્ડ પાસે બોલાવેલા પરંતુ વ્યક્તિઍ સોનું ખરાઈ કરવા અંગે જણાવતા બંને જણા નાસી છૂટેલા હતા. આ વ્યક્તિઓ જે તે વિસ્તારમાં પ્લાસ્ટિકના નકલીફૂલ વેચવા માટે જતા હતા અને તે વિસ્તારમાં આવેલા દુકાનદાર કે ઘરવાળાને (અનુ. પા.નં. ૭ પર) પા.નં. ૧ નું ચાલુ... પારડીથી નકલી.... ઍવું લાગે તો કોઈ વસ્તુ લેવાના બહાને કે અન્ય રીતે વાતચીત કરતા હતા. જો દુકાનદાર કે વ્યક્તિ સોનું ખરીદવા અંગેની તૈયારી બતાવે તો તેને સાચો સોનાનો મણકો આપી દેતા હતા. આ સેમ્પલ દુકાનદાર કે, વ્યક્તિ સોનીને બતાવે તો તે સાચું હોય જેથી બંને જણા ઉપર લોકો વિશ્વાસ કરી લેતા હતા. બાદમાં બંને જણા સાચા સોનાના બદલે નકલી સોનુ આપીને છેતરપિંડી કરતા હતા ઉપરોક્ત તમામ બનાવો અંગેના હકીકતની પ્રેસ નોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વલસાડે બહાર પાડી હતી અને અસલી સોનું બતાવીને નકલી સોનું આપી લોકો સાથે છેતરપિંડી કરતા બંને ઈસમોની ધરપકડ કરી હતી. આવા લોકો જાહેર જનતા વચ્ચે જઈને લોકોને છેતરવાનું કામ કરી રહ્ના હતા. ખરેખર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વલસાડ અભિનંદનને પાત્ર છે કે, આવા લોકોને પકડી પાડ્યા છે જેથી લોકો હવે છેતરાશે નહીં આ રીતે આવનારા લોકો પ્રત્યે લોકોઍ જાગૃત થવાની જરૂર છે જેથી છેતરપિંડી માંથી બચી શકાય છે.