Vishesh News »

..તો કોંગ્રેસને ફરીથી સત્તા પર લાવવી પડશે ઃ અનંત પટેલ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૧ ઃ વલસાડ-ડાંગ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું આજ રોજ સોમવારે વાપી શહેર અને વાપી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અભિવાદન તેમજ ચૂંટણી પ્રચાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને અનંત પટેલે જણાવ્યું હતું કે આ રોડ કે રેલવે ઓવરબ્રિજ બનાવવા ઍને કંઈ વિકાસના કહેવાય વિકાસ ઍટલે કે લોકોને રોજગારી શિક્ષણ સુરક્ષા અને આરોગ્યની સુવિધા પૂરી પાડવામાં આવે તેને જ વિકાસ કહેવાય છે. પ્રા વિગત મુજબ આજે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વલસાડ-ડાંગ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ આજે વાપી પંથકમાં તેમના ચૂંટણી પ્રચાર કાર્યક્રમ તથા અભિવાદન કાર્યક્રમનું આયોજન થયું હતું. જે દરમિયાન વાપી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિમેશભાઈ વસી દ્વારા સિનિયર સિટીઝન હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્ના હતાં. આ પ્રસંગે લોકોને અનંત પટેલે જણાવ્યું હતું કે દેશમાં વિકાસ કરવો હોય તો કોંગ્રેસને ફરીથી સત્તા પર લાવવી પડશે. જો રસ્તા અને રેલવે ઓવર બ્રિજ કે બ્રિજ બનાવવાથી વિકાસ થતો નથી વિકાસ લોકોનો કરવો હોય તો રોજગારી શિક્ષણ સુરક્ષા અને આરોગ્યની સુવિધા તમામ લોકોને પૂરી પાડવામાં આવશે ત્યારે જ સાચો વિકાસ કહેવાશે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા વાપી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિમેશભાઈ વસી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ પાલિકાના સભ્ય પીર મહંમદ મકરાણી, ફરહાન બોઘા, પ્રદીપભાઈ શાહ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતાં.