Vishesh News »

વાપીમાં કરણીસેનાઍ રૂપાલાના વિરોધમાં મામલતદારને આવેદન આપ્યું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૧ ઃ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના વાપી દ્વારા રાજપૂત સમાજ વિશે પુરુષોત્તમ રૂપાલાની અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ઍક મેમોરેન્ડમ વાપી મામલતદારને આપી તેને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુધી પહોંચાડવા જણાવ્યું છે, પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા થોડા દિવસ પહેલા રાજપુત સમાજ ની બહેનો અને દીકરીઓ પર કરવામાં આવેલ અભદ્ર વાણીવિલાસને લઈને સમગ્ર રાજપૂત સમાજ રોષે ભરાયો છે. જેના કારણે તમામ રાજપૂત સમાજ રોષમાં છે અને રાજપૂત સમાજની માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાને લોકસભામાં ભાજપ દ્વારા સાંસદના ઉમેદવાર બનાવાયા છે તેને તાત્કાલિક રદ કરવામાં આવે નહિ તો ભવિષ્યમાં રાજપૂત સમાજના ભારે રોષ અને વિરોધનો સામનો કરવો પડશે. કરશે અને દર વખતે ભાજપના કાર્યકરો રાજપૂતો પ્રત્યે કોઈને કોઈ ટિપ્પણી કરીને માફી માંગે છે, આ વખતે તે માફી માંગવા લાયક નથી, જેને લઇ આજે વાપીના રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગોવિંદસિંહ રાઠોડ, વલસાડ જિલ્લા પ્રમુખ મહેશસિંહ રાજપૂત, વાપી તાલુકા પ્રમુખ રાકેશસિંહ તોમર, દમણના ચંદનસિંહ દેવરા, વિશાલસિંહ રાજપૂત સહિતનાઓ દ્વારા વાપી તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલાની વિરોધ સૂત્રોચાર કરી આ આયોજનપત્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુધી પહોંચાડવા ની માંગ કરી હતી.