Vishesh News »

ચીખલી બસ સ્ટેન્ડ ઉપરથી ઍક વિદ્યાર્થીનીનો મોબાઇલ ચોરાયો

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) ચીખલી,તા.૧ઃચીખલી ઍસ.ટી સ્ટેન્ડ ઉપરથી અવાર નવાર મુસાફરોના મોબાઈલોની ચોરી થઈ રહી છે ત્યારે શનિવારના રોજ ઍક વિદ્યાર્થીનીનો મોબાઇલની ચોરી થઈ હોવાની ફરિયાદ ચીખલી પોલીસ મથકે નોંધાવા પામી છે. બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી ઍસ.ટી સ્ટેન્ડ ઉપર દરેક રૂટની બસો આવતી હોય છે જે બસમાં બેસવા માટે મુસાફરોની અવર-જવર કાયમના માટે રહેતી હોય છે ત્યારે શનિવારના રોજ બપોરના સમયે ઍક વિદ્યાર્થીની મીનલ કુમારી ઉત્તમભાઈ પટેલ રહે વાંદરવેલા વાગળી ફળીયા જેનો મોબાઈલ વીવો કંપનીનો કિંમત રૂ.૧૨૦૦૦ જે કોઈ ચોરી ઇસમ ચોરી કરી ગયા હોવાની ફરિયાદ ચીખલી પોલીસ મથકે નોંધાવી છે. ત્યારે ચીખલી બસ સ્ટેન્ડ ઉપર અવારનવાર મુસાફરોની પાકીટ અને મોબાઈલની ચોરીઓ થતી રહી છે વધુ તપાસ ચીખલી પોલીસે હાથ ધરી છે.