Vishesh News »

બલીઠા હાઈવે પર અકસ્માતમાં ૧૨ ટન કેરી રસ્તા પર વેરાઈ ઃ લોકો તૂટી પડયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૧ ઃ વાપી બલીઠા હાઇવે ઉપર કેરલ થી બરોડા તરફ જતી ઍક કેરી ભરેલી ટ્રક પલટી જવા પામી હતી જેને કારણે રસ્તામાં કેરીની રેલમછેલમ થઈ હતી. અકસ્માતને પગલે વાપી-સુરત તરફ જતા હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રકમાં ભરેલી ૧૨ ટન કેરી રસ્તા ઉપર પડતા સ્થાનિક લોકો તથા રાહદારીઓઍ કેરી લેવા પડાપડી કરી હતી. અકસ્માતની જાણ ટ્રાફિક પોલીસ અને વાપી ટાઉન પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને ટ્રાફિકને નિયંત્રણ કરાઈ હતી. કેરલથી ઍક ટ્રકમાં ૧૨ ટન કેરી લઈને બરોડા જઈ રહેલી ઍક ટ્રકને વાપીના બલીઠા હાઇવે ઉપર આગળ ઉભેલા કન્ટેનર આગળ અચાનક ટ્રક આવી પહોંચી હતી જેને કારણે ટ્રક ચાલકે કન્ટેનર સાથે અકસ્માત થતા અટકાવવાનો ઘણા પ્રયાસો કર્યા હતા. પરંતુ ટ્રક ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક હાઇવે રોડ ઉપર પલટી ગઈ હતી. જેને કારણે ટ્રકમાં ભરેલી ૧૨ ટન કેરીઓ રસ્તા ઉપર વિખેરાઈ ગઈ હતી. અકસ્માતની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક ઇજાગ્રસ્ત ટ્રક ચાલકની મદદે દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં સ્થાનિક લોકોઍ કેરી લેવા પડાપડી પણ કરી હતી. અકસ્માતની જાણ પોલીસને થતાં ટ્રાફિક પોલીસ અને વાપી ટાઉન પોલોસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ટ્રાફિકને નડતર રૂપ પલટી મારી ગયેલી ટ્રક અને કેરીના જથ્થાને દૂર કરી રસ્તા પરથી અવરજવર શરૂ કરાઈ હતી. જોકે વાપી જીઆઇડીસી ચાર રસ્તા થી સલવાવ મોરાઈ ફાટક સુધીના નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર તથા સર્વિસ રોડ ઉપર બે ફાર્મ ગેરકાયદે વાહનો ર્પાકિંગ કરવાને કારણે અકસ્માતો ખૂબ જ વધી ગયા છે જેને કારણે આ ગેરકાયદે પાર્ક થતા વહનચાલકો સામે ટ્રાફિક પોલીસ અને હાઇવે પોલીસ દ્વારા તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો તેમજ રાહદારીઓ કરી રહ્ના છે.