Vishesh News »

શિશુમાળની પ્રા. શાળાના ૪ ઓરડાના નિર્માણની કામગીરીમાં વેઠ

શિશુમાળની પ્રા. શાળાના ૪ ઓરડાના નિર્માણની કામગીરીમાં વેઠ (દમણગંગાટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૧૮ : ધરમપુરના શિશુમાળગામે આવેલ જી.પં. સંચાલિત શાળાના ઓરડાઓ જર્જરીત અવસ્થામાં ફેરવાય જતાં રૂ. ૪૦ લાખનાં ખર્ચે ૪ ઓરડાની ચાલી રહેલ નિર્માણની કામગીરીમાં હલ્કી કક્ષાનું મટીરીયલનો ઉપયોગ કરવા ઉપરાંત સ્લેબની કામગીરીમાં વેઠ ઉતારવા આવતા સળિયા દેખાઈ રહ્ના હોવાના આક્ષેપ સાથે તા.પં.અપક્ષ સભ્યની ઉપસ્થિતિમાં ગામના જાગૃત નાગરીકોઍ તા.વિ.અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી ધરમપુર તાલુકામાં ઊંડાણ વિસ્તારમા આવેલ શિશુમાળ ગામે મુળ ફળિયામાં આવેલ જીલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં ધો.૧થી ૮માં ૧૫૦ જેટલાં બાળકો અભ્યાસ કરે છે. શાળાનુ મકાન જર્જરીત અવસ્થામાં ફેરવાઈ જતા, શાળાના આચાર્યે તથા સ્થાનિક આગેવાનો દ્વારા કરાયેલ રજૂઆત બાદ થોડા માસ અગાઉ અંદાજે રૂ.૪૦ લાખના ખર્ચે ૪ ઓરડા મંજુર થયા હતાં, જે ઓરડાની કામગીરી હાથ ધરાતા વિધાર્થીઓ અને વાલીઓમાં આનંદ જોવા મળ્યો હતો. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા શાળાની કામગીરીમાં વેઠ ઉતારવા ઉપરાંત ધૂળવાળી રેતીનો ઉપયોગ કરવા ઉપરાંત તાજેતરમાં ગત. તા.૧૬જાન્યુઆરીના રોજ ભરવામાં આવેલ સ્લેબની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતા સળિયા દેખાઈ રહ્ના હોવાના આક્ષેપ સાથે ગામના ઍસ ઍમ સી સભ્ય જયેશભાઈ ધાકલભાઈ દેવાળિયાઍ તા.પં.અપક્ષ સભ્ય કલ્પેશ પટેલની આગેવાનીમાં ગામના અન્ય જાગૃત નાગરિકોની ઉપસ્થિતિમાં તાલુકા વિકાસ અધિકારી કૃષ્ણપાલ મકવાણા તથા તા.પં. પ્રમૂખને લેખીતમાં રજૂઆત કરી ધ્યાન દોર્યુ હતું. સર્વ શિક્ષા અભિયાનના અઘિકારી ચંદુભાઈઍ ટેલીફોનીક સંપર્ક દરમીયાન જણાવ્યું હતું કે અંદાજિત રૂ.૪૦ લાખના ખર્ચે ૪ ઓરડાનું નિર્માણ થઇ રહ્નાં છે. જે ઓરડાની કામગીરી બાબતે થયેલ જાણના પગલે કામગીરીના ફોટા માંગ કરાઈ છે.