Vishesh News »

કપરાડા-ધરમપુરમાં હોળી પાંચમની પરંપરાગત ઉજવણી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) નાનાપોîઢા, તા. ૩૧ ઃ કપરાડા, ધરમપુર તાલુકાના આદિવાસી સમાજમાં ઉજવાતો હોળી પાંચમ ઍક મહત્વનો તહેવાર છે. આદિવાસી કુકના સમાજનો ઍક મહત્વનો તહેવારની ગણના થાય છે. આ દિવસ દરમ્યાન આદિવાસી સમાજ હોળીથી લઈને પાંચમ સુધી ફળ ફળાદી કુદરતી, પ્રકૃતિની ઉપજને પૂજન કરવા વગર આરોગતા નથી. જ્યારે આજે હોળી પાંચમ પર્વ દરમિયાન આખા ગામના લોકો ભેગા થઈને વિધિ વિધાનપૂર્વક પૂજા અર્ચના કરી ગામના છેવાડે રસ્તા ઉપર જઈને ઍક મહત્વના સ્થળે સ્થાપન કરી જ્યાં ભગત દ્વારા ઘાંઘળી તેમજ ધૂણવાના ભગત સાથે વિધિ કરીને યોગ્ય રીતે પૂજન કરવામાં આવે છે. અને હોમ હવન પણ કરવામાં આવે છે. જેના કારણે આખા ગામમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને શાંતિ મળે ઍવા પૂજન પાઠ કરી ત્યારબાદ આખા ગામમાં ભેગા કરેલ ધાન્યના ચોખા દરેક ઘરમાં પહોંચાડી યોગ્ય સ્થાને મૂકી અને ત્યારબાદ જ કોઈપણ ઘરમાં બનાવેલ શાક જેમાં કેરીનો ઉમેરો કરી બનાવવામાં આવે છે. જેથી હોળી પાચમ બાદ જ કેરી ખાવામાં પણ ઉપયોગમાં લઈ શકાય ઍવી ઍક મહત્વની બાબત વણાયેલ છે. અને દરેક આદિવાસી સમાજમાં હોળી પાંચમ પછી જ કેરી ખાવામાં આવે છે. આ દરમ્યાન ગામના જાણીતા ભગત અને આગેવાનો દ્વારા પ્રકૃતિને પૂજા કરવામાં આવે છે.સવારથી તેઓ ગામના મુખ્ય ચોરા પર ભેગા મળીને પ્રકૃતિને વિનવણી કરે છે. અને તેઓ ભગત દ્વારા કહે છે કે આજથી અમે તમારા આપેલ કુદરતી ફળ, ફુલને અમારા તંદુરસ્તી માટે આરોગીઍ છીઍ જેથી અમને સારી તંદુરસ્તી મળે, આરોગ્ય-દતા સાંપડે અને અમારું જીવન તંદુરસ્ત બને ઍવી વિનવણી કરવામાં આવે છે. સાથે પ્રકૃતિની પૂજા દરમ્યાન ધાન્ય અને વનસ્પતિના ટુકડા હોમ હવનમાં હોમવામાં આવે છે. અને પ્રકૃતિને ખુશ કરવામાં આવે છે. અને આદિવાસી સમાજ આરોગતા પહેલા કેરીને પ્રકૃતિને વધારે છે. અને ત્યારબાદ જ તેઓ આરોગે છે. અને તે દિવસે દરેક ઘરમાં બનતું શાકમાં કેરીનો ભોગ ધરી આરોગવામાં આવે છે. આથી ઍમ ઍક મહત્વની બાબત ગણાવી શકાય કે આદિવાસી સમાજ પ્રકૃતિઍ આપેલ ફળ કે ધાન્ય પહેલા પ્રકૃતિને મનાવી, વધેરી ત્યાર બાદ જ પોતે આરોગે છે. અને તેથી જ કહેવામાં આવે છે કે આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે. હોળી પાંચમનું આદિવાસી સંસ્કૃતિમાં ખાસ મહત્વ આદિવાસી સાહિત્ય સંશોધક અને સંપાદક ડાહ્નાભાઈ વાઢું જણાવે છે કે દક્ષિણ ગુજરાત નાં આદિવાસી સમાજમાં હોળી થી હોળી પાંચમ સુધી આનંદનો મહોત્સવ હોય છે. ખુખડ હોળી ઝ નાની હોળી થી શરુ થયેલો ઉત્સવ મોટી હોળી, સન ધૂળેટી ટ્ઠ, થી લઇ પાંચમ સુધી લંબાય છે. કાહાલ્યાં, પાવી, તુર થાળી નાં સાથરે ગીત, સંગીત, નૃત્યનાં તાલે નાચતા ગાતા યુવાનો ઍક બીજા પર રંગ છાંટી ફાગ ઉઘરાવી આનદ માણે છે. વર્ષો પહેલાં ત્રણેક ફૂટ ઊંચા પાવટા પગે બાંધી સરસ ઘોડા નૃત્ય કરવામાં આવતું હતું. ઍ હવે ભૂત કાલની વાત થઇ ગઈ છે. હોળી પાંચમ નું આદિવાસી પરંપરામાં ખાસું મહત્વ રહેલું છે. હોળી પાંચમનાં દિવસે ઘરમાં રાખવામાં આવેલ કનસરી, હિમાય વગેરે દેવી દેવતાઓને દુધથી સ્નાન કરાવવામાં આવે છે. ઍને દેવાં ધાવુંલા કહેવામાં આવે છે. હોળી, દિવાળી જેવા મહત્વના ઉત્સવ વખતે આ રીતે દેવોને દુધથી સ્નાન કરાવીને પછી ઍની કંડીમાં કેરીના મોરવા મુકવામાં આવેછે. ત્યાર પછી જ કેરી ખાવાની શરૂઆત કરવામાં. હોળી પાંચમનાં દિવસે મોટી હોળીને ઠંડી પાડવાને વિધિ કરવામાં આવે છે. કુકણા મૌખિક પરંપરાની કનસરીની કથામાં જળ પ્રલયની વાત આવે છે. દેવકારેનાં કથાગીતોમાં પણ જળ પ્રલયની વાત આવે છે. આ પ્રલય હોળી પાંચમનાં રોજ કરવામાં આવે છે. કારણ કે ઍ દિવસે લોકો ખુબ આનંદમાં હોય ત્યારે પ્રલય થાય તો લોકોને આનંદના કારણે પીડા ઓછી થાય છે. પહેલાના વખતમાં હોળીનો ખાંભ ઢળે પછી જ લગ્ન કરવામાં આવતા હતા અને હોળી પાંચમનાં રોજ ખુબ લગ્ન થતા. હવે ઍવું નથી રહ્નાં. બીજું હોળીથી લઇ વરસાદ પડે ત્યાં સુધી તાર્પું વગાડવામાં આવતું ન હતું.