Vishesh News »

સરપંચ વિનાનું, અનેક સમસ્યાઅોથી ઘેરાયેલું બિલપૂડી

હુડકિ ફળિયા વિસ્તારમાં આવેલ સ્મશાન ભૂમિ જર્જરિત તેમજ પાણીની યવસ્થાનો અભાવ જનાઇ આવ્યું છે લોક સુવિઘા માટે પંચાયત પરિસરમાં બેસવા માટે ના બાકડા પંચાયત ઓફિસની પાછળ ખડકલો કરી દેતા આ વિસ્તારના યુવાનો વડીલો ઍ ક્યાં બેસવુ તેવી મુઝવણ અનુભવતાં હોય છે તેમજ કચરાના ઉપયોગ માટે ની સાયકલનો ખડકલો દ્રશ્યમાન થઈ રહ્ના છે બી આર ઍસ કોલેજના સામેના ભાગેથી આદિમ જૂથના ઘર તરફથી આશરે ૪૦૦ મીટર રસ્તો આઝાદી બાદ આજ સુધી બન્યો નથી (ભરત પાટીલ દ્વારા) ધરમપુર, તા. ૩૧ ઃ ધરમપુર તાલુકાના બીલપૂડી અને શેરીમાળ ઍક સમયે ગ્રુપ ગ્રામ પંચાયતમા સમાવિષ્ટ હતુ ૨૦૦૯ માં ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન કરવામાં આવતા શેરીમાળ અને બિલપૂડી ગ્રામ પંચાયતની પેટાચૂંટણી યોજાઈ હતી ત્યારબાદ ૨૦૦૯ થી ૨૦૧૨ સુઘી ૨૦૧૨ થી ૨૦૧૭ સુધી ૨૦૧૭ થી ૨૦૨૨સુધીની ટર્મ પૂર્ણ થયા બાદ ૨૨ મહિના વિતવા આવ્યા છતાં આજ દિન સુધી ચૂંટણી ન થવાને કારણે બિલપૂડી ગામના અનેક વિકાસના કામોમાં અવરોધ જોવા મળી રહ્ના છેઆશરે ૯,૦૦૦ થી વધુ વસ્તી ધરાવતા ધરમપુર તાલુકામાં બિલપૂડી ગામમાં છેલ્લા ૨૨ મહિનાથી સરપંચની ચૂંટણી ન યોજાતા અનેક સમસ્યા બહાર આવવા પામી છે. આ ગામની સમસ્યા તરફ ઍક નજર કરતા બી આર ઍસ કોલેજના સામેના આદિમજૂથના રહેણાંક વિસ્તારમા આઝાદીબાદ આજ પર્યંત આશરે ૪૦૦ મીટર રસ્તાનું નવીનીકરણ કરવામાં ન આવતા રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્ના છે. તે ઉપરાંત પટેલ ફળિયાના મુખ્ય રસ્તાથી ઍદુ ભાઈ કાળુભાઈ ના ઘર તરફ જતા રસ્તાનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી. જેથી આ વિસ્તારમાં રહીશોમાં રોશની લાગણી જોવા મળી રહી છે. બિલપૂડીના હુડકી ફળિયામાં સ્મશાન ભૂમિના સમારકામ સહિત પાણીની વ્યવસ્થાની અત્યંત જરૂરિયાત હોવા છતાં તંત્ર દ્વારા જરૂરિયાત ઍવા સ્મશાન ભૂમિનું નવીનીકરણ તેમજ પાણીની વ્યવસ્થા પૂરી પાડવા વામણા પુરવાર થઈ રહ્ના છે પ્રા માહિતી અનુસાર નિમાયેલા વહીવટદાર આ વિસ્તારના વિકાસના કામોમાં રસ ન લેતા હોવાનું ગ્રામજનો દ્વારા જણાય આવ્યું છે. ડેરી ફળિયાથી હુડકી ફળિયા તરફ જતો રસ્તો અત્યંત બિસ્માર હોવાથી આ રસ્તા થી રોજિંદા પસાર થનારાઓઍ ક્યાંથી પસાર થવું તેવી મૂંઝવણ અનુભવતા હોય છે. વાનપાડા રાજેશભાઈના ઘરથી કમલેશ બારીયાના ઘર તરફ જતા રસ્તો, કોલાઈ ડુંગરીથી સામરપાડા તરફ જતો રસ્તો, વિજય ગાવીતના ઘરથી ડુંગરી તરફ જતો રસ્તો અત્યંત બિસ્માર થતાં આ વિસ્તારના રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે તેમજ તંત્ર દ્વારા મન ફાવે ત્યાં પાણીના બોર ઉતારતા આ વિસ્તારમાં કેટલાક રહીશોને અન્યાય થયા અંગેની ચર્ચા ઍ વેગ પકડ્યો છે જયારે કેટલાક વિસ્તારમાં રહેણાંકોને પાણીની સુવિધા મળી રહે ઍ હેતુથી પાણીની ટાંકીઓ ઊભી કરવામાં આવી છે પરંતુ મીટર ન લગાવવાના કારણે પાણીના ટાંકી દ્વારા મળવાપાત્ર પાણી કેટલાક વિસ્તારમાં ન મળતા હાલાકી ભોગવી રહ્ના છે. બિલપૂડી ગ્રામ પંચાયત પરિસરમાં બેસવા માટે બાંકડા મુકવામાં આવ્યા હતા. બાંકડાનો ઉપયોગ કરવાને બદલે બિલપૂડી ગ્રામ પંચાયતના ઓફિસની પાછળના ભાગે ખડકલો કરી દેવામાં આવ્યો છે. જેને કારણે તે વિસ્તારના વયોવૃદ્ધ કે યુવા વર્ગ ઍ ક્યાં બેસવું તેવી મૂંઝવણ અનુભવતા હોય છે. સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખી કચરો લેવા માટે સાયકલની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે સાયકલ પણ છેલ્લા કેટલાક સમયથી પંચાયતના પાછળના ભાગે ખડકલો કરી દેતા ભંગાર હાલતમાં જોવા મળી રહી છે. આમ અનેક સમસ્યાથી ઘેરાયલુ બિલપુડી ગામના અવરોધ થયેલા વિકાસના કામો ક્યારે વેગ પકડશે અને અને સરપંચ વિનાના બિલપૂડી ગામમાં નિમાયેલ વહીવટદાર કેટલો રસ દાખવશે ઍ જોવું રહ્નાં.