Vishesh News »

ધરમપુર તાલુકાની ૧૦ ગ્રા.પં. ૨૨ મહિનાથી સરપંચ વિહોણી !

ધરમપુર નો પત્ર - ભરત પાટીલ, ધરમપુર ૧૦૮ ગ્રામ્ય વિસ્તાર સાથે સંકળાયેલા ધરમપુર તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત મળી ૬૩ ગ્રામ પંચાયત તો ધરાવે છે ધરમપુર તાલુકા ની કેટલીક ગ્રુપ ગ્રામ પંચાયતોનું વિભાજન કરવામાં આવતા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી બાદ નિયમ અનુસાર ચૂંટણી યોજાતી આવી છે જો કે ધરમપુર તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતો પૈકી બિલપુડી ધામણી,પેણધા, તામછડી, તુતરખેડ, મોટી કોસબાડી, ઉગતા, પાનવા અને બજેટ ન મંજૂર થતા સુપરસિડ થયેલ કાકડકુવા ગ્રામ પંચાયતની ચૂંટણી છેલ્લા કેટલા મહિનાઓ થી ન યોજાતા ઉપરોક્ત ગ્રામ પંચાયતોમાં અનેક વિકાસના કામોથી લઈ નાની મોટી સમસ્યાઓ અંગે સરપંચના અભાવના કારણે નિમાયેલ વહીવટદારના સહારો લેવા પડતો હોય છે ધરમપુર શેરીમાળ પૂર્વ સરપંચને છેલ્લા ૨૨ મહિનાથી ચૂંટણી ન થવા કારણે સમસ્યા બાબતે પૂછપરછ કરવામાં આવતા આ વિસ્તારમાં મરણના દાખલાથી લઈ અન્ય દાખલાઓ આવાસના કામો તેમજ અન્ય નાના-મોટા વિકાસના કામોમાં અવરોધ આવી રહ્ના છે તેમજ ગામોમાં નાના મોટા વિવાદ કે અન્ય પ્રશ્નો સરપંચના અભાવ ના કારણે ગ્રામજનોને ન્યાય મળી શકતો નથી અને નિમાયેલ વહીવટદારના અન્ય બીજા કામો હોવાથી સમયસર ન મળવાથી ગામના કામો અટવાતા હોય છે તેમજ કાકડ કુવાગ્રામ પંચાયત વિસ્તારમાં સરપંચના અભાવના કારણે ગામજનોને અનેક નાના-મોટા પ્રશ્નો જાતિના દાખલાથી લઈ ગામની પ્રગતિમાં રૂકાવટ આવી હોવાની ચર્ચા ચાલી રહી છે તે ઉપરાંત ધામણી, પેંણધા, તામછડી, તુત્તરખેડ, મોટી કોસબાડી, ઉગતા, પાનવા, બિલપુડી જેવી ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણીની મુદત ૮-૫-૨૦૨૨ ના દિવસ પૂર્ણ થઈ આજે ૨૨ મહિના વિતવા આવ્યા છતાં ચૂંટણી ન યોજાતા ઉપરોક્ત પંચાયત વિસ્તારના ગામોમાં ગ્રામજનોના નાના-મોટા પ્રશ્નોથી લઈ વિકાસના કામો થંભી જતા ધરમપુરના ઉપરોક્ત પંચાયત વિસ્તારમા સરપંચ વિના અને વહીવટદારના ભરોસે ચાલતી ગ્રામ પંચાયતોની ચૂંટણી વહેલી તકે યોજાય ઍવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે.