Vishesh News »

નાનાપોîઢા સર્કલ વિસ્તારમાં બસ સ્ટેશનની સુવિધા કયારે ?

નાનાપોîઢાનો પત્ર -બાબુ ચૌધરી, નાનાપોîઢા નાનાપોઢા- વાપી, પારડી, વલસાડ, ધરમપુર, કપરાડા જેવા મહત્વના શહેરો સાથે જોડાયેલ છે. ત્યારે મુસાફરો આવન જાવન ઍસટી બસની રાહ જોવા માટે ખુલ્લા રસ્તા પર ઉભા રહેતા જોવા મળે છે. નાનાપોઢા ચારે દિશાઓના શહેરો સાથે સંકળાયેલ છે. જેથી વાહનો તેમજ લોકોની અવરજવર ખૂબ જ મોટા પ્રમાણમાં થતી રહે છે. જો આમ લોકોની અવરજવર મોટા પ્રમાણમાં થતી હોય ત્યારે અહીંયા પથિકો, મુસાફરો માટે બસ સ્ટેન્ડનો અભાવ જોવા મળે છે. નાનાપોઢા- વાપી, પારડી, વલસાડ, ધરમપુર, કપરાડા જેવા મહત્વના શહેરો સાથે જોડાયેલ છે. ત્યારે મુસાફરો આવન જાવન ઍસટી બસની રાહ જોવા માટે ખુલ્લા રસ્તા પર ઉભા રહેતા જોવા મળે છે. તેમજ લારી ગલ્લા કે દુકાનોનો સહારો લઈને ઊભા રહેતા હોય છે. સામાન્ય રીતે ઉનાળા કે ચોમાસાની ઋતુ દરમિયાન મુસાફરને ખૂબ જ અગવડતા સાલે છે. ઉનાળા ઋતુમાં ગરમીનો પારો ખૂબ જ ઊંચો રહેતો હોવાથી અન્ય કોઈ સહારો ન હોવાના કારણે મુસાફરો ખુલ્લામાં શેકાતા હોય છે અને પરસેવે રેબઝેબ થતા હોય છે. આજુબાજુ ઝાડ કે અન્ય કોઈ છાપરું ન હોવાના કારણે ગરમીથી પરેશાન થતા હોય છે. ચોમાસાઋતુ દરમિયાન પણ વરસાદના ઝાપટા આવતા કોઈ સહારો ન હોવાના કારણે ઝાડ કે લારીગલ્લાનો સહારો લઈ ઍસટી બસની રાહ જોઈ બેઠા હોય છે. અને ખુલ્લા રસ્તામાં ઊભા રહેતા વરસાદમાં ભીંજાવાનો પણ વારો આવી શકે છે. મુસાફરો રસ્તાની કોરે ઉભા રહીને રાહ જોતા હોવાથી વાહનોની અવરજવર પણ વધુ થતી હોવાથી રાહદારી માટે ખતરો વર્તાઈ શકે છે. આ સાથે સમયે આવન જાવન કરતાં વાહનોમાં કોઈક વાર ખામી સર્જવાના કારણે અકસ્માતના ભોગ પણ બની શકે છે.નાનાપોઢા દિવસ દરમિયાન ધબકતું રહે છે. જેથી લોકોની અવરજવર ભીડ વધુ હોય છે. આજે આમ જોતા ધરમપુર, પારડી રસ્તા પર લોકો ખુલ્લામાં ઊભા રહે છે. ધરમપુર તરફ જતા મુસાફરો તેમજ શાળા કોલેજ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ ખુલ્લામાં ઊભા રહે છે. જ્યારે કપરાડા, વાપી તરફ જતા મુસાફરો પણ ખુલ્લામાં તેમજ દુકાનનો સહારો લઈને ઊભા રહે છે. આજે આટ આટલા આઝાદીના વર્ષો વીત્યા હોવા છતાં પણ નાનાપોઢા ચાર રસ્તા પર ચારે દિશાઓમાં મુસાફરો માટે બસ સ્ટેન્ડની સુવિધા કેમ ઉપલબ્ધ નથી? નાનાપોઢા દિન પ્રતિદિન વિકસિત ફાલી ફૂલી રહ્નાં છે. લોકોની અવર-જવર વધી રહી છે તેમ છતાં પણ મુસાફરો માટે આજ દિન સુધી કોઈઍ ચિંતા કેમ સેવી નથી? નાનાપોઢા ખાતે જીવન જરૂરી તેમજ વહુ પ્રમાણમાં તમામ પ્રકારની ચીજ વસ્તુઓ ઉપલબ્ધ થાય છે. જેથી કરીને લોકો અહીંયા આવે છે. જેમકે વાપી તરફના ગામોમાં દહેગામ ગામોથી, કપરાડા તરફના મુખ્યત્વે તમામ ગામો, પારડી તરફથી મોટાવાઘછીપા, ધરમપુર તરફથી લાકડમાળ ગામ સુધીના લોકો અહીંયા લે વેચ કે ખરીદી માટે આવે છે. નાનાપોઢા ખાતે અન્ય સુવિધા માટે પણ ઉપલબ્ધ સંસ્થાઓ આવેલી છે સી. ઍચ. સી.આરોગ્ય કેન્દ્ર, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, કન્યા વિદ્યાલય હાઈસ્કૂલ, ઍન. આર રાઉત હાઈસ્કૂલ, ગ્રામ પંચાયત, લાકડાનો ડેપો, જીઈબી ઓફિસ, પ્રાથમિક શાળાઓ, આંગણવાડીઓ, બાલવાડીઓ, તમામ સુવિધા ધરાવતી ચિરંજીવી હોસ્પિટલ, ખાનગી દવાખાના, પેટ્રોલ પંપ, ૧૦૮ સેન્ટર, શાકભાજી માર્કેટ ,હાટ બજાર, હોટલો ચા નાસ્તાની દુકાનો, અન્ય દુકાનો જેના કારણે લોકો સુવિધા મેળવવા માટે અહીંયા અવરજવર કરે છે. નાનાપોઢાનું શાક ભાજી માર્કેટ ખૂબ જ જાણીતું છે અને અહીંયા ખેડૂતો ધરમપુર, પારડી, નાસિક જેવા વિસ્તારોમાંથી પોતાની ખેત પેદાશની વસ્તુઓ વેચવા માટે અહીંયા આવે છે. સાથે સાથે જથ્થાબંધ ખરીદી માટે વેપારીઓ પણ છેક વલસાડ, બીલીમોરા, ચીખલી, દમણ, સેલવાસ, વાપી, ખેરગામ જેવા વિસ્તારોમાંથી આવે છે. તેઓ જથ્થાબંધ શાકભાજી ખરીદી પોતાના ખાનગી વાહન કે ઍસટી બસમાં લઈ જતા હોય છે. પરંતુ તેઓ પણ ખુલ્લા રસ્તાની બાજુમાં ઊભા રહીને વાહનોની રાહ જોતા હોય છે. નાનાપોઢા આમ ધબકતું અને વિકસિત હોવા છતાં પણ આજ દિન સુધી મુસાફરો રાહદારીઓ માટે બસ સ્ટેન્ડ સેવા ઉપલબ્ધ કરવામાં આવેલ નથી. આમ જોઈઍ તો નાનાપોઢા ચાર રસ્તા પર મુખ્યત્વે ધરમપુર અને કપરાડા માર્ગ પર ખૂબ અતિ આવશ્યક બસ સ્ટેન્ડની જરૂરિયાત સેવાય રહી છે. છતાં પણ ચાર રસ્તા પર ચારે બાજુ જરૂરિયાત તો છે જ છતાં ધરમપુર રસ્તા પર વિદ્યાર્થીઓ વધુ જોવા મળ છે. જ્યારે કપરાડા માર્ગ પર નોકરીયાતો અને વિદ્યાર્થીઓ જોવા મળે છે. જેથી અહીંયા બસ સ્ટેન્ડની સુવિધા ઉપલબ્ધ જરૂરી બને છે.