Vishesh News »

મુખ્યમંત્રીઍ નવસારી લોકસભા બેઠક જીતવા ‘વી આર ફોર સીઆર’નું સુત્ર આપ્યું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા. ૩૧ ઃ નવસારી લોકસભા સીટ પર ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને જંગી લીડથી જીતાડવા માટે ઙ્ક ષ્ચ્ ખ્ય્ચ્ જ્બ્ય્ ઘ્ય્ઙ્ખ સ્લોગન સાથે નવસારીના કાર્યકર્તાઓ સંકલ્પબદ્ધ થયા હતા. લોકસભા સમાન્ય ચુંટણી ૨૦૨૪ ને લઈને ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા પ્રચારની કામગીરી શરૂઆત કરવામાં આવી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો, દિગ્ગજ નેતાઓ તથા વીઆઇપી મુવમેન્ટની પણ શરૂઆત થઈ ગઈ છે. જે અંતર્ગત નવસારી જિલ્લામાં રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નવસારી જિલ્લાના સમસ્ત લેઉઆ પાટીદાર સમાજની વાડી ખાતે ૨૫ નવસારી લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકતા સાથેના ‘બૃહદ બેઠક તથા સંવાદ કાર્યક્રમમાં’ ઉપસ્થિતિ રહ્ના હતા. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના ભાજપના અગ્રણીઓ, કાર્યકરો તેમજ વિવિધ ક્ષેત્રોના આગેવાનો હાજર રહ્ના હતા. આ કાર્યક્રમમાં ૨૫ નવસારી લોકસભા સીટ પરથી ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલને જંગી બહુમતીથી વિજય અપાવવા માટે કાર્યકર્તાઓ ઙ્ક ષ્ચ્ ખ્ય્ચ્ જ્બ્ય્ ઘ્ય્ઙ્ખ સાથેના સ્લોગન સાથે સંકલ્પબદ્ધ બન્યા હતા. નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અપેક્ષિત કાર્યકર્તાની બૃહદ બેઠક તથા પ્રભાવિ મતદારો સાથે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો સંવાદ કાર્યકમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોક કલ્યાણ યોજના અર્થ માહિતગાર કરવામાં આવ્યા હતા. મતદારો સમક્ષ મોદી સરકારની યોજનાઓ સાથે વિકાસ કામો લઈને જવા સાથે ભવિષ્યમાં રાજય અને ભારત સરકારના કામો અર્થે માર્ગદર્શન આપ્યું હતું. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ પ્રજાને સરકારી યોજનાઓનાં લાભો અપાવવા માટે આદિજાતિ વિસ્તારના ગામેગામ પી.ઍમ જનમન મહા અભિયાન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે દરેક લાભાર્થીને સ્થળ ઉપર જ લાભ મળી જાય તે માટે વ્યવસ્થા ઊભી કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે ૨૦૪૭ સુધીમા વિકસિત ભારત સંકલ્પને હાંસલ કરવા માટે આદિમજૂથ સમુદાયના લોકોનો સર્વાંગી વિકાસ થાય તે પીઍમ જનમન અભિયાનનો મુખ્ય હેતુ છે. સાથે જ લોકસભા મત વિસ્તારના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે આગામી ચુંટણીલક્ષી કાર્ય માટે આયોજન તથા અમલીકરણ માટે ચર્ચા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભાજપ કાર્યકર્તાઓ, જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકા સભ્યો સહિત જિલ્લાના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ સાથે સંવાદ અને વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, જલાલપોર ધારાસભ્ય આરસી પટેલ, નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ, ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ અને નવસારી પ્રભારી જનકભાઈ બગદાણાવાળા પ્રદેશ ભાજપના મંત્રી શીતલબેન સોની, નવસારી લોકસભા પ્રભારી મહેન્દ્રભાઈ પટેલ નવસારી લોકસભા સંયોજક અશોકભાઈ ધોરાજીયા, મહામંત્રી અશ્વિનભાઈ પટેલ ગણપતભાઈ મહાલા, જીગ્નેશભાઈ નાયક સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્ના હતા.