Vishesh News »

પ્રદેશમાં માત્ર રસ્તા બનાવવા ઍ વિકાસ નથી ઃ કેતન પટેલનો પ્રહાર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૩૧ ઃ કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે વાહન રેલી સાથે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. આ વાહન રેલી ડબલ ચેકપોસ્ટથી શરૂ થઈ હતી જે સોમનાથ ચાર રસ્તા, કચ્છી ગામ, મોટી દમણ, પરિયારી, મગરવાડા, રાજીવ ગાંધી બ્રિજ અને નાની દમણના અન્ય વિસ્તારો, મરવાડ, ભીમપોર સહિત થઈને ડાભેલ ખાતે સમાપન થઈ હતી. વાહન રેલી દરમિયાન કેતન પટેલના સમર્થકોઍ વિવિધ સ્થળોઍ હાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. કેતન પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે દમણ દીવ દાદરા નગર હવેલીને જોડીને વિધાનસભાની રચના કરવામાં આવશે. તમને વિધાનસભામાંથી તમારા પ્રતિનિધિનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. દમણ દીવની અનેક સમસ્યાઓ છે જેમ કે વીજળીનું ખાનગીકરણ, ઉદ્યોગોનું સ્થળાંતર, યુવાનો બેરોજગાર છે, તેમને સરકારી નોકરી મળતી નથી. કેતન પટેલે કહ્નાં કે, અહીં વિકાસ નથી, રસ્તા બનાવવાને વિકાસ નથી કહેવાય. લોકોના મકાનો તોડી પાડવાને વિકાસ ન કહેવાય. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું અપમાન કરવામાં આવે છે અને તેમને સાફ કરવા માટે કરવામાં આવે છે. જનતાઍ તેમને પ્રતિનિધિત્વ કરવા માટે નહીં પરંતુ સફાઈ કરવા માટે ચૂંટ્યા છે. પાલિકામાં રૂ.૨૦૦નો વેરો ઘટાડીને રૂ.૨ હજાર કરાયો છે. તેમણે કહ્નાં કે ચૂંટણી જીત્યા બાદ આ સમસ્યાઓનો ઉકેલ આવશે.