Vishesh News »

ધરમપુરમાં પીવીસીના સ્પીડ બ્રેકર ૩ મહિનામાં જ ઉખડી ગયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૩૧ ઃ ધરમપુર નગરપાલિકા દ્વારા ગતિરોધક પ્લાસ્ટિક કોટેડ સ્પીડ બ્રેકર નગરના રસ્તાઓ પર આશરે ત્રણેક મહિના અગાઉ લગાવવામાં આવ્યા હતા. જોકે માત્ર ત્રણેક મહિનામાં જ પ્લાસ્ટિક કોટેડ સ્પીડ બ્રેકર તૂટી જતા ધરમપુર નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ધરમપુરના મહત્વ સમાન ગણાતા ગૌરવપથ લેડી વિલ્સન મ્યુઝિયમની સામેના ભાગે લગાવવામાં આવેલ પ્લાસ્ટિક કોટેડ સ્પીડ બ્રેકરના ફૂડચે ફૂડચા થઈ જતા નટ બોલ દ્રશ્યમાન થઈ રહ્ના છે. તે ઉપરાંત કાળા રામજી મંદિરની સામેના ભાગે પણ આવી જ હાલત જોવા મળી રહી છે. આ ઉપરાંત નગરના કેટલાક વિસ્તારમાં લગાવવામાં આવેલ સ્પીડબેકર તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળી રહ્ના છે. જે અંગે નગરમા જાગૃત નગરજનો દ્વારા આ વિશે તરેહ તરેહ ચર્ચા થઈ રહી છે. વધુમાં ધરમપુર શહેરના રસ્તાઓ પર લગાવેલ પ્લાસ્ટિક કોટેડ સ્પીડબેકર જરૂરિયાત કરતાં પણ વધુ ઠોકી બેસાડતા ચર્ચા ઍ જોર પકડયુ છે. જેને કારણે ઍક્ટિવા મોટરસાયકલ જેવા નાના મોટા વાહન સવાર વડીલો ને ક્ષણ વારમાં જ પોતાની સ્પીડથી બ્રેક મારવાના કારણે તો કેટલીક વખત અજાણતામાં કમરના ભાગે આંચકા લાગવાના અનુભવ પણ થઈ રહ્ના છે. ટાવરની સામે લગાવવામાં આવેલ સ્પીડ બ્રેકર અદ્રશ્ય થઈ ગયું હોય ઍમ પોતાની દ્રષ્ટિ વડે નિહાળી શકાય છે. ધરમપુર નગરના કેટલાક અગ્રણીઓનું કહેવું છે કે, કેટલાક વિસ્તારમાં જરૂરિયાત કરતા વધુ સ્પીડ બ્રેકરના કારણે પસાર થતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તેમજ જરૂરિયાત અનુસાર રસ્તાઓ પર ડામરના નીચા સ્લોબ વાળા સ્પીડબેકર લગાવવામાં આવત તો નાણાંનો વ્યય ન થતા અન્ય વિકાસના કામોમાં ઉપયોગમા લઈ શકાતેની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.