Vishesh News »

વલસાડમાં સસ્તુ સોનુ લેવા ગયેલો ચંડોરનો વેપારી છેતરાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૩૧ ઃ બે અઠવાડિયા ગામ વાપી નજીકના ચંડોરગામે આવેલ જયસ્વાલ કિરાણા સ્ટોર નામની દુકાનમાં અજાણ્યા હિન્દી ભાષી ૩૫ વર્ષીય ઇસમે ઍક કિલો સોનુ બતાવી તેમાંથી બે સોનાના દાણા અને ઍક ટુકડો કાઢી આપી બદલામાં ૧૦,૦૦૦ રૂપિયા લઈ સસ્તુ સોનુ ખરીદવાની લાલચમાં વાપીના ચંડોરના દુકાનદારને વલસાડ ડેપોની બાજુમાં ઍક ગલીમાં લઈ જઈ ઍક કિલો સોનાના બદલામા પાંચ લાખ રૂપિયા લીધા બાદ અન્ય અજાણ્યા ઇસમને સોનાની ખરાઈ બતાવવા જતા અજાણ્યા ઈસમ લઈ ચાલી જતા વલસાડ સીટી પોલીસ મથકમાં છેતરપિંડી ફરિયાદ નોંધાવી છે. મૂળ યુપી અને હાલ વાપી તાલુકાના ચંડોરગામના હનુમંત રેસિડેન્સી ફલેટ નંબર બી-૧૦૮ માં ધનંજય પ્રદીપ જયસ્વાલ રહે છે. ધનંજય જયસ્વાલ ચંડોર ગામે આવેલ જયસ્વાલ કિરાણા સ્ટોર નામની દુકાન આવેલી છે. તા. ૧૯/૩/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે ઍક અશોક નામનો ૩૫ વર્ષીય હિન્દી ભાષા બોલતો અજાણ્યો ઈસમ દુકાનમાં આવી જણાવ્યું કે હું તમારી મમ્મીને મળેલો છું અને તેઓ મને મળવા કહેતા હું તમને મળવા માટે આવ્યો છું અત્યારે તમને બતાવવા માટે ઍક કિલો સોનું લાવેલ છું. સોનાનો હાર બતાવી તેમાંથી બે દાણા અને ઍક ટુકડો આપતા સોનાના વેપારીને ખરાઈ કરવા માટે આપતા તેના બદલામાં ૧૦,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી. સોનાના બે દાણા અને ટુકડો માતા શિવ કુમારી જયસ્વાલને બતાવતાનું હોવાનું કહી૧૦,૦૦૦ ની રકમ આપી દીધી હતી. અશોક નામનો હિસાબ તા. ૨૧/૩/૨૦૨૪ ના રોજ દુકાન ઉપર પૈસા લેવા આવતા દસ હજાર રૂપિયા રોકડા આપી દીધા અને જણાવ્યું કે ઍક કિલો સોનુ લાવેલો અમે પાંચ લાખ રૂપિયામાં સસ્તુ સોનુ આપવાની વાત કરતા પૈસાની વ્યવસ્થા કર્યા બાદ તારીખ ૨૮/૩/૨૦૨૪ ના રોજ બપોરે ૧૨ઃ૦૦ વાગે અશોકભાઈ નામના અજાણ્યા ઇસમને ફોન કરતા તેમણે વલસાડ બીજા દિવસે બોલાવ્યો હતો. અશોક નામનો અજાણ્યો તથા ૩૦ વર્ષીય અજાણ્યો ઈસમ વલસાડ ડેપોની બાજુની ગલીમાં લઈ જઈ પાંચ લાખ રૂપિયા લઈ સોનાની ખરાઈ કરવા લઈ જઈ વિશ્વાસઘાત- છેતરપિંડી કરતા વલસાડ સીટી પોલીસ મથકમાં અશોકભાઈ અને અન્ય ઍક અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ કરી છે.