Vishesh News »

વાપીમાં ‘જીટો’ દ્વારા ‘અહિંસા રન’ યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૩૧ ઃ વાપી ખાતે જીટો ચેપ્ટર વાપી દ્વારા અહીંસા રન આયોજિત કરવામાં આવ્યું હતું. આ અહિંસા રન સમગ્ર ભારતમાં જીટો દ્વારા આયોજન કરવામાં આવેલી હતી. આ અહિંસા રનમાં વાપી ખાતે ૪૦૪ થી વધુ સ્પર્ધકોઍ ભાગ લીધો હતો. આ અહિંસા રન સ્પર્ધકો અને આયોજન કરનારનો ઉત્સાહ વધારવા રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી તેમજ સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્ના હતા અને તેમણે તમામ સ્પર્ધકો અને આયોજકનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમમાં જીટો ચેપ્ટરના અગ્રણી અને વાપી નગરપાલિકાના ઉપપ્રમુખ અભયભાઈ શાહ, વીઆઈઍ ના અને વાપી શહેર ભાજપના પ્રમુખ સતીશભાઇ પટેલ, હેમંતભાઇ પટેલ, પ્રમુખ મેહુલભાઇ પટેલ અને દમણ કોસ્ટ ગાર્ડના નવિન રસ્તોગી પણ ખાસ તેમની ટીમ સાથે હાજર રહી સ્પર્ધક અને આયોજકનો ઉત્સાહ વધાર્યો હતો. જીટો ચેપ્ટર પ્રમુખ ભાવિન શાહઍ તમામનું સ્વાગત કર્યુ હતું.