Vishesh News »

પારડીના તૃીબેને ચકલીની ચીં..ચીં.. ઉગારવા ૨૫ હજાર ચકલી ઘરનું વિતરણ કયુ*

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૩૧ ઃ પારડીમાં આવેલ સાઈ સંગ્રીલા સોસાયટીમાં વલ્લભ આશ્રમના ટ્રસ્ટી દિનેશભાઈ સાકરીયાના પત્ની તૃબેન સાકરીયા જેવો પક્ષીઓને બચાવવા માટે લાંબા સમયથી અભિયાન ચલાવી રહ્ના હોય આજરોજ ચકલી ઘરનું વિતરણ ઍમના દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓઍ હંમણા સુધી વલસાડ જિલ્લામાં ચકલીઓની ઘટતી સંખ્યાને બચાવવા ૨૫૦૦૦ ચકલી ઘરનું વિતરણ કર્યું છે. વલસાડ જિલ્લામાં દિવસે દિવસે ચકલીઓની સંખ્યા ઘટી રહી છે. ચકલીની સંખ્યા ઘટતી બચાવવા પારડીના વલ્લભ આશ્રમ શાળાના ટ્રસ્ટી દિનેશભાઈ સાકરીયાના પત્ની તૃબેન સાકરીયા શિક્ષણવિદ દ્વારા છેલ્લા સાત વર્ષમાં વિવિધ શાળાઓ અને લોકોને ૨૫,૦૦૦ ચકલી ઘર આપવામાં આવ્યા છે, ત્યારે પારડી સાઈ સંગ્રીલા સોસાયટીમાં સામાજિક સેવિકા ઍવા તૃબેન સાકરીયા દ્વારા ૧૦૦ જેટલાચકલી ઘરનું આજરોજ વિતરણ કરવામાં આવ્યું હતું. પારડી શ્રી વલ્લભ આશ્રમમાં બાળકોને સંસ્કારોનું સિંચન કરતાં તૃબેન દિનેશભાઈ સાકરીયા શાળાની સાથે અન્ય સામાજિક કામગીરી સાથે પણ જોડાયેલા છે. આદિવાસી વિસ્તારોમાં સ્વરચિત લગભગ ૧૦ થી ૧૨ હજાર જેટલા સાહિત્યિક પુસ્તકોનું વિતરણ પણ તેમના હસ્તે થયું છે. ઘર શોધતી ચકલીઓ માટે લગભગ ૨૫૦૦૦ જેટલા રહેઠાણો પૂરા પાડ્યા છે. તૃબેન સાકરીયા અને ઍમના દીકરા, કુશ સાકરીયા દ્વારા રવિવારે પારડી સાઈ સંગ્રીલા સોસાયટીમાં ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોસાયટીના પ્રમુખ અમૃતભાઈ પટેલ, સોસાયટીના સભ્ય ધર્મેશભાઈ મોદી દ્વારા આ ટીમનું સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં સેક્રેટરી અંકિત દેસાઈ, સોસાયટીના ઉપપ્રમુખ અશોક પ્રજાપતિ, ખજાનચી ડી. ડી. પરમાર, ભદ્રેશ પટેલ ખાસ હાજર રહ્ના હતા. આ પ્રસંગે તૃબેન દિનેશભાઈ સાકરીયાઍ જણાવ્યું હતું કે, થોડા વર્ષો પહેલા ચકલીઓને ઘટતી સંખ્યા અંગે વિચાર આવ્યો હતો. ત્યારબાદ નાના બાળકોને શીખવવા માટે અંતરિયાળ વિસ્તારની ચકલી ઘર આપવાનું શરૂ કરાયું હતું. જે આજે પણ ચાલુ છે અનેક લોકો આ કામગીરીમાં જોડાઈ રહ્ના છે.