Vishesh News »

ખાનવેલમાં મતદાન જાગૃતિ માટે બે કેમ્પ યોજાયો

(દમણગંગાટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસા, તા.૧૮ : કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી, દાદરા અને નગર હવેલીના માર્ગદર્શન હેઠળ મતદાન શિક્ષણ અને મતદાર માટે બે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણી વિભાગ દ્વારા જિલ્લા સચિવાલય, સેલવાસા અને મીની કલેક્ટર કચેરી, ખાનવેલમાં, લ્સ્ચ્ચ્ભ્ પ્રવૃત્તિઓ (સુવ્યવસ્થિત મતદાર શિક્ષણ અને મતદાર ભાગીદારી) અંતર્ગત જાગૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. સામાન્ય જનતાને આ કેન્દ્રો પર વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહેવા અને મતદાન અંગેની સંપૂર્ણ માહિતી લઈને આ કેન્દ્રોનો લાભ લેવા અનુરોધ કરાયો છે.