Vishesh News »

દમણગંગા ટાઈમ્સના સ્થાપક - તંત્રી સ્વ.ઍન.વી. ઉકાણીને આયુષ અોનર્સ ઍવોર્ડ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૩૧ ઃ આજે વાપીમાં આયુષ હોસ્પિટલ દ્વારા આયોજીત પ્રથમ આયુષ અોનર્સ ઍવોર્ડ સમારોહમાં વાપીથી પ્રસિધ્ધ થતાં વલસાડ, નવસારી, ડાંગ જીલ્લા અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણના સૌપ્રથમ સંપૂર્ણ સ્થાનિક દૈનિક દમણગંગા ટાઈમ્સના સ્થાપક અને તંત્રી સ્વ. ઍન.વી. ઉકાણીને તેમના સ્થાનિક પત્રકારત્વમાં અમુલ્ય પ્રદાન માટે મરણોપરાંત લાઈફ ટાઈમ અચિવમેન્ટ ઍવોર્ડ ઍનાયત કરવામાં આવ્યો હતો. વાપીની જાણીતી આયુષ હોસ્પિટલના ડો. દેવ પરિવાર દ્વારા તેમના દિવંગત માતા-પિતાની યાદમાં આયોજીત થતાં રકતદાન કેમ્પ સાથે આ વર્ષે આયુષ અોનર્સ ઍવોર્ડની શરુઆત કરવામાં આવી છે. જેમાં આ વિસ્તારના વિકાસમાં વિવિધ ક્ષેત્રે યોગદાન આપનારાઅોનું સન્માન કરવાની પરંપરા સ્થાપિત કરાઈ છે. ઍ મુજબ આજે આ ઍવોર્ડ ઍનાયત કરાયા હતાં. આ પ્રસંગે આયુષ હોસ્પિટલના ડો. આશિષ દેવે જણાવ્યું હતું કે, સ્વ. ઍન.વી. ઉકાણી સાહેબે વાપીમાં પોતીકું કહી શકાય ઍવું પ્રથમ દૈનિક અખબાર ભેટ આપ્યું છે. આજે ડીજીટલ મીડિયાના પ્રભાવમાં પણ પાછલા ૨૫ વર્ષથી દમણગંગા ટાઈમ્સ પોતાનુ મહત્વ જાળવી શકયું છે અને આપણે અન્ય કોઈપણ અખબાર વાંચતા હોઈઍ પરંતુ સ્થાનિક સમાચારો માટે તો દમણગંગા ટાઈમ્સ જ વિકલ્પ છે. દમણગંગા ટાઈમ્સના સ્થાપક સ્વ. ઉકાણી ઍક પ્રખર પત્રકાર ઉપરાંત ફ્રેન્ડ, ફીલોસોફર અને ગાઈડ હતાં. તેઅો વિચક્ષણ અને અભ્યાસુ તંત્રી હતાં. તેમનું અખબારના રજત જયંતિ વર્ષમાં જ નિધન થતાં ઍમને આપણે ગુમાવ્યા. હવે આ દૈનિક તેમના શરુઆતથી અખબારના સંચાલન સાથે સંકળાયેલા ધર્મપત્ની શ્રીમતી મંજુલાબેન ઉકાણી અને તેમના દિકરી શ્રીમતી શીતલ ઉપાધ્યાય સંભાળી રહ્નાં છે. આ ઍવોર્ડ કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે શ્રીમતી મંજુલાબેન ઉકાણી, શ્રીમતી શીતલ ઉપાધ્યાય અને અખબારના નિવાસીતંત્રી વિકાસ ઉપાધ્યાયે સ્વીકાર્યો હતો. કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈઍ પણ દમણગંગા ટાઈમ્સનું વાપીના વિકાસમાં યોગદાન હોવા સાથે સ્વ. ઍન.વી. ઉકાણીઍ ઍકલે હાથે આ અખબારનું સર્જન કર્યુ છે જેમાં સમગ્ર પરિવારનું પણ ઍટલું જ યોગદાન હોવાનું જણાવ્યું હતું. ઍવોર્ડ ઍનાયત પ્રસંગે દમણગંગા ટાઈમ્સ અને ઉકાણી પરિવારના શુભેચ્છકો પણ ઉપસ્થિત રહ્નાં હતાં.